ગુજરાત

gujarat

ETV Bharat / state

UKમાંથી સર્વર ભાડે લીધું પછી શરૂ કર્યો ઓનલાઇન જુગાર, શખ્સો ઝડપાયા

ક્રાઈમ બ્રાન્ચ પોલીસ દ્વારા સુરતના પાલ વિસ્તારમાં ઓનલાઇન જુગાર ક્લબ ઝડપી પાડવામાં આવ્યું છે. ઓનલાઇન જુગાર રમવા માટે આ જુગારીઓ UKમાંથી સર્વર લઇને સોફ્ટવેર બનાવી ભાડે આપતા હતા. હાલ પોલીસે પાલમાં આવેલી મોનાર્ક આર્કેડની ઓફિસમાંથી બે મહિલા સહિત 13 લોકોની ધરપકડ કરી છે.

UKમાંથી સર્વર ભાડે લઈ ઓનલાઇન જુગાર રમતા લોકો ઝડપાયા
UKમાંથી સર્વર ભાડે લઈ ઓનલાઇન જુગાર રમતા લોકો ઝડપાયા

By

Published : Aug 20, 2020, 12:36 PM IST

સુરત: સુરત ક્રાઈમ બ્રાન્ચને બાતમી મળી હતી કે, પાલ વિસ્તારના ગૌરવપથ રોડ ખાતે આવેલા મોનાર્ક આર્કેડમાં બીજા માળે કોઇ વિક્ટર આઈટી સોલ્યુશન નામની ઓફિસ આવેલી છે. જેમાં ઓનલાઈન જુગાર રમાડવામાં આવે છે. આ મામલે પોલીસે કાર્યવાહી હાથ ધરતા ટીમ બનાવી રેડ પાડવામાં આવી હતી.

આરોપીઓ જીગર, રાહુલ અને કાર્તિક ઓફિસ ખોલી ઓનલાઈન જુગાર રમાડતા હતા. જેના માટે તેમણે અમદાવાદથી UKનું સર્વર ભાડે લીધું હતું, ત્યારબાદ ફેક આઈડી બનાવી જુદા-જુદા આશરે 30 ડોમેઈનમાં વેબસાઈટો બનાવી હતી અને અરમેનિયા દેશના નારીક નામના વ્યક્તિ પાસેથી ઓનલાઈન વેબસાઈટમાં જુગારની રમતનો લાઈવ વીડિયો મૂકી તે વેબસાઈટમાં તેઓ જુગાર રમાડતા હતાં. આ રીતે તેમણે માસિક 1થી 2 લાખ રૂપિયા વસૂલ કર્યા હતા.

UKમાંથી સર્વર ભાડે લઈ ઓનલાઇન જુગાર રમતા લોકો ઝડપાયા

આ સાથે તેઓ ક્રિકેટ, ટેનિસ અને ફૂટબોલ જેવી રમતો પર પણ હાર જીતનો જુગાર રમાડવા માટે ઓનલાઈન પ્લેટફોર્મ ભાડેથી પુરૂ પાડતા હતાં. જેના માટે જુદા-જુદા ગ્રાહકોને વેબસાઈટ લીંક અને યુઝર આઈડી, પાસવર્ડ બનાવી આપતા હતાં. આ અંગે પોલીસે ઓફિસમાં તપાસ હાથ ધરતા ઓફિસમાંથી 13 લેપટોપ, 8 મોબાઈલ ફોન, ટીવી સહિત 8 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો છે. સ્થાનિક પોલીસના નાક નીચેથી ક્રાઈમ બ્રાન્ચે કાર્યવાહી કરતા સ્થાનિક પોલીસની પોલ ખુલી હતી.

ABOUT THE AUTHOR

...view details