વર્ષ 2016માં મોદી સરકાર દ્વારા નોટબંધીનો ઐતિહાસિક નિર્ણય લેવામાં આવ્યો હતો, પરંતુ ત્રણ વર્ષ બાદ પણ રદ્દ ચલણી નોટો મળી રહી છે. આ વખતે જ્યારે પુના પોલીસે મુંબઈથી સુરત ખાનગી લક્ઝરી બસમાં આવી રહેલા શખ્સની તપાસ કરવામાં આવી હતી. તેમની તપાસ કરતા જ પોલીસ ચોંકી ઉઠી કારણ કે, શખ્સ પાસે રહેલી બેગને ચેક કરતાં તેમાંથી 500 અને 1000ની રદ થયેલી ચલણી નોટો મળી આવી હતી.
સુરતમાંથી જૂની રદ્દ કરાયેલી 99 લાખ રૂપિયાની નોટો સાથે એકની ધરપકડ
સુરત: PM મોદીએ 8 નવેમ્બર, 2016ના રોજ નોટબંધીની જાહેરાત કરી હતી. નોટબંધીની જાહેરત થયાના 3 વર્ષ બાદ પણ હજુ સુધી ચલણમાંથી રદ્દ કરાયેલી 500-1000ની નોટ ઝડપાવાનો સીલસીલો યથાવત રહ્યો છે. સુરતમાંથી ફરી એકવાર મોટી સંખ્યામાં રદ્દ થયેલી ચલણી નોટ સાથે એક શખ્સની સુરત પુના પોલીસે ઝડપી પાડ્યો છે. શખ્સ પાસેથી 99 લાખની 500 અને 1000ની જૂની રદ્દ થયેલી નોટો મળી આવી હતી.
surat police
આ નોટ કુલ 99 લાખ રૂપિયાની હતી. પોલીસે શખ્સની ધરપકડ કરી આ નોટ કોને આપવાની હતી. અને ક્યાંથી આવી હતી, તે સહિતની તપાસ હાથ ધરી છે.