ગુજરાત

gujarat

ETV Bharat / state

તડકેશ્વર નજીક રસ્તા પર પાણી ફરી વળતા બસમાં સવાર વિધાર્થીઓ અટવાયા

સૂરત જિલ્લામાં ગતમોડી રાત્રીએ વરસેલા ધોધમાર વરસાદને પગલે કીમ માંડવી રાજ્યધોરી માર્ગ પર તડકેશ્વર ગામ નજીક પાણી ભરાઈ જતા વાહનો અટવાઈ ગયા હતા.

તડકેશ્વર નજીક રસ્તા પર પાણી ફરી વળતા બસમાં સવાર વિધાર્થીઓ અટવાયા
તડકેશ્વર નજીક રસ્તા પર પાણી ફરી વળતા બસમાં સવાર વિધાર્થીઓ અટવાયા

By

Published : Sep 23, 2021, 2:01 PM IST

  • સુરત જિલ્લામાં ગત મોડી રાત્રીએ વરસ્યો ધોધમાર વરસાદ
  • વરસાદને પગેલા નીચાણવાળા વિસ્તારોમાં ભરાયા પાણી
  • શહેરીજનો રસ્તાઓ પર અટવાયા

સુરત: જિલ્લામાં ગત મોડી રાત્રીએ વરસેલા ધોધમાર વરસાદને પગેલા ઠેર ઠેર જળ બંબાકારની સ્થતિ સર્જાય હતી,નીચાણ વાળા વિસ્તારોમાં તેમજ રોડ રસ્તાઓ પર પાણી ભરાઈ જતા જનજીવન પ્રભાવીત થયું હતું, કીમ-માંડવી રાજ્યધોરી માર્ગ પર તડકેશ્વર ગામ નજીક વરસાદી પાણીના યોગ્ય નિકાલના આભાવે રસ્તા પર પાણી ફરી વળ્યાં હતા,રસ્તા પર પાણી ફરી વળતા વાહન વ્યવહાર અટવાઈ ગયો હતો અને કલાકો સુધી રસ્તો બંધ રહ્યો હતો.

એસટી બસમાં સવાર વિધાર્થીઓ અટવાયા

ભારે વરસાદને પગલે રાજ્યધોરી માર્ગ પર પાણી ફરી વળતા વાહનો થોભી ગયો હતો,અસ ટી બસોના ડ્રાઇવરો દ્વારા સાવચેતીના ભાગરૂપે બસો રસ્તા પર ન થોભાવી દેતા બસમાં સવાર મુસાફરો તેમજ વિધાર્થીઓ અટવાઈ ગયા હતા,રસ્તા પર પાણીને લઈને બસમાં સવાર વિધાર્થીઓને આજરોજ કોલેજમાં પરીક્ષાની પ્રેક્ટિસ કરવા પણ સમયસર પહોંચી ગયા હતા.

તડકેશ્વર નજીક રસ્તા પર પાણી ફરી વળતા બસમાં સવાર વિધાર્થીઓ અટવાયા

આ પણ વાંચો : બોલિવુડ અભિનેતા સોનુ સુદ જોડાઈ શકે છે AAPમાં, બુધવારે અમદાવાદ આવી AAPના નેતાઓ સાથે કરી બેઠક

છેલ્લી ઓવરમાં બેટીંગ

રાજ્યમાં સિઝન દરમિયાન વરસાદ ઓછો રહ્યો હતો પણ જતા-જતા મેઘરાજાએ રાજ્યમાં ધમાકેદાર બેટીંગ કરી છે. સપ્ટેમ્બર મહિનાની શરૂઆતથી જ રાજ્યમાં સાર્વત્રિક વરસાદ પડતા નદી-ડેમમા નવા નીર આવ્યા હતા જેના કારણે ખેડૂતોમાં હર્ષની લાગણી જોવા મળી હતી.

આ પણ વાંચો : મને ટ્રેન ચલાવતા જોઈને પેસેન્જર પણ થાય છે ખૂબ જ ખુશ: મહિલા લોકો પાયલોટ

ABOUT THE AUTHOR

...view details