વર્ષ 2016 માં કેન્દ્ર સરકાર દ્વારા નોટબંધી લાગુ કરવામાં આવી હતી. નોટબંધીને આજે ત્રણ વર્ષ જેટલો થઈ ચૂક્યો છે. છતાં સુરતના એક NRI વકિલને જૂની નોટના અવેજમાં રૂપિયા 30 હજારની નવી નોટો પરત મળી નથી. નોટબંધી વખતે બેંકોમાં મુદત પૂરી થયા પછીની આ ઘટના છે. જ્યાં મહેશભાઈ નામના આ વકીલે RBIમાં 500-1000ની જૂની નોટ જમા કરાવી હતી. જેનું હજુ રિફંડ મળ્યું નથી.
સુરતના NRI વકીલને હજુ ન મળ્યુ નોટબંધીમાં જમા કરાવેલ પૈસાનું રિફંડ
સુરત: આજે નોટબંધી થયાને ત્રણ વર્ષ જેટલો સમય વીતી ગયો. સૌ કોઈ જાણે છે કે, નોટબંધીના કારણે સામાન્ય વર્ગથી લઈ વેપારીઓ સુધીના લોકોની ભારે કમર તૂટી પડી છે. પરંતુ આ વાતને સ્વીકારવા સરકાર તૈયાર નથી. જો કે, નોટબંધીના એક વર્ષ બાદ જૂની નોટ જમા કરાવનાર સુરતના એનઆરઆઈ વકીલને હજી સુધી જૂની નોટના બદલે નવી નોટ આરબીઆઇ તરફથી ફાળવવામાં આવી નથી. જ્યાં સરકારના આ નિર્ણય બાદ પણ એનઆરઆઈ વકીલે નિરાશા વ્યક્ત કરી છે.
સ્પોટ ફોટો
નવેમ્બર 2016માં નોટ બંધી વખતે વડાપ્રધાન દ્વારા જાહેરાત કરવામાં આવી હતી કે, 50 દિવસ વીતી ગયા બાદ પણ જૂની રદ થયેલી નોટ RBIમાં જમા કરાવી શકશે. RBI મુંબઈમાં 01-03-2017ના રોજ એડવોકેટે 500 રૂ ની 24 અને 1000 રૂ ની 18 જૂની નોટ જમા કરાવી હતી. જ્યાં કુલ રૂ 30 હજારની 42 જૂની નોટ ટેન્ડર નોટ તરીકે જમા કરાવી હતી. પરંતુ આજ દિન સુધી તેઓને તેનું રિફંડ આરબીઆઇ તરફથી મળ્યું નથી.