ગુજરાત

gujarat

ETV Bharat / state

સુરતમાં નવી કૉર્ટ બિલ્ડીંગ માટેની જમીન ફાળવણી બાદ નવો વિવાદ - સુરતમાં નવી કોર્ટ બિલ્ડિંગ બાંધવા જમીન ફાળવવામાં આવ્યા બાદ નવો વિવાદ

રાજ્ય સરકાર દ્વારા જિયાવ બુડિયા ખાતે નવી કોર્ટ બિલ્ડીંગ બનાવવા માટે જમીન ફાળવવામાં આવી છે. જે જમીનનો પાંચ હેક્ટર જેટલો ભાગ ગામના કોળી સમાજને જાહેરહિત અને ધાર્મિક તેમજ સાંસ્કૃતિક કાર્યક્રમો માટે ફાળવવામાં આવે તેવી માગ કરવામાં આવી હતી. કાંઠા વિભાગ યુવા કોળી સમાજ દ્વારા પરિવર્તન ટ્રસ્ટના નેજા હેઠળ આ અંગે સુરત જિલ્લા કલેકટરને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી હતી.

budiya
સુરત

By

Published : Jan 27, 2020, 4:45 PM IST

સુરત : કાંઠા વિભાગ કોળી સમાજ અને પરિવર્તન ટ્રસ્ટ દ્વારા જિલ્લા કલેકટરને આવેદનપત્ર પાઠવીને જણાવવામાં આવ્યું હતું કે, કાંઠા વિભાગ યુવા કોળી સમાજ અને પરિવર્તન ટ્રસ્ટે સાર્વજનિક રજીસ્ટર થયેલ ટ્રસ્ટ છે.

જિયાવ બુડિયા ખાતે નવી કોર્ટ બિલ્ડીંગ બનાવવા માટે જમીન ફાળવવામાં આવ્યા બાદ નવો વિવાદ

જિયાવ બુડિયા ગામ ખાતે આવેલી વર્ષો જૂની આ જમીનમાં ગામના કોળી સમાજના ત્રણ લાખથી વધુ લોકો સામાજિક, શૈક્ષણિક, આર્થિક તેમજ સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ કરતા આવ્યા છે. જો કે, રાજ્ય સરકાર દ્વારા આ જમીનને નવી કોર્ટ બિલ્ડિંગ બાંધવા માટે ફાળવી દેવામાં આવી છે. જેને લઇ કોળી સમાજના લોકોનું હિત જોખમમાં મુકાયું છે. જેથી કરી જાહેર હિત અને સમાજના લોકોના હિતને ધ્યાનમાં રાખી રાજ્ય સરકાર જમીનનો પાંચ હેકટર જેટલો ભાગ ફાળવે તેવી માગ કરવામાં આવી હતી.

ABOUT THE AUTHOR

...view details