ગુજરાત

gujarat

ETV Bharat / state

Murder case in Surat: સુરતમાં પાંચ વર્ષની બાળકીનું અપહરણ બાદ કરાઈ હત્યા

સુરત શહેરના પુણા વિસ્તારમાં શ્રમિક પરિવારની પાંચ વર્ષીય બાળકીના (Murder girl in Surat)અપહરણ બાદ હત્યા કરવામાં આવી છે. આ મામલે પોલીસે CCTVના આધારે તપાસ હાથ ધરી હતી. CCTVના આધારે પોલીસે(Surat City Police ) આરોપીની ધરપકડ કરી હતી. બાળકી સાથે દુષ્કર્મ આચર્યા હોવાની આશંકા પોલીસ વ્યક્ત કરી રહી છે.

Murder case in Surat: સુરતમાં પાંચ વર્ષની બાળકીનું અપહરણ બાદ કરાઈ હત્યા
Murder case in Surat: સુરતમાં પાંચ વર્ષની બાળકીનું અપહરણ બાદ કરાઈ હત્યા

By

Published : Apr 13, 2022, 12:11 PM IST

Updated : Apr 13, 2022, 3:18 PM IST

સુરતઃ શહેરના પુણા ગામ વિસ્તારમાં આવેલા ભૈયા નગર બ્રિજ નીચે સૂઈ રહેલા શ્રમિક પરિવારની પાંચ વર્ષીય બાળકીને એક અજાણ્યો શખ્સ અપહરણ કરી લઇ ગયો હતો. મોડી રાત્રે માતાએ બાળકીની શોધખોળ શરૂ કરી તો તે મળી નહોતી જેથી પરિવાર બાળકીની શોધખોળ માટે પોલીસ સ્ટેશન પહોંચ્યો. પોલીસે તાત્કાલીક CCTVના આધારે બાળકોની શોધખોળ શરૂ (Murder girl in Surat)કરી હતી. CCTVમાં એક અજાણ્યો શખ્સ બાળકીને(girl death in surat)લઈ જતા દેખાયો હતો. CCTVના આધારે પોલીસે આરોપીની ધરપકડ કરીહતી આરોપીએ જણાવ્યું હતું કે તેબાળકીનું અપહરણ(Child abduction in Surat )કરી નજીક લઈ ગયો હતો અને બાળકી બૂમાબૂમ કરતી હતી જેના કારણે તેની હત્યા કરી નાખી હતી.

અપહરણ બાદ હત્યા

આ પણ વાંચોઃબાળકીનું અપહરણ કરી દુષ્કર્મ ગુજારી મોતને ઘાટ ઉતારનાર નરાધમની ધરપકડ

બાળકી સાથે દુષ્કર્મ આચર્યાની આશંકા -બાળકી સાથે દુષ્કર્મ આચર્યા હોવાની આશંકા પણ પોલીસે વ્યક્ત કરી રહી છે. પોલીસે જણાવ્યું છે કે આરોપી મૂળ મધ્યપ્રદેશનો છે અને સુરતમાં યાર્ન કારખાનામાં છૂટક મજૂરી કરે છે. બાળકી ઉપર દાનત બગડતાં તેને બાળકીનું અપહરણ કર્યું હતું. પોલીસ બાળકીનું ફોરેન્સિક પોસ્ટમોર્ટમ કરાવી રહી છે જેથી સ્પોર્ટમાં જો દુષ્કર્મની ઘટના થઈ હોય તે સામે આવે તો આરોપી પર હત્યા સાથે દુષ્કર્મની કલમનો ઉમેરો કરવામાં આવશે.

આ પણ વાંચોઃખાત્રજમાં અપહરણ થયેલ ત્રણ વર્ષની બાળકીનો મૃતદેહ તળાવ નજીકથી મળી આવ્યો

Last Updated : Apr 13, 2022, 3:18 PM IST

ABOUT THE AUTHOR

...view details