શ્યામનતક ડાયમંડ પેઢીના માલિક હિંમત જી.કોશિયા અને ભાગીદાર વિજય ગોપાલભાઈ કોશિયા સામે કતારગામ પોલીસ મથકમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે. કોશિયા બંધુઓએ મુંબઈના હીરાના વેપારી પાસેથી લાખોની કિંમતના 1908.23 કેરેટના હીરા 1,03,791 ડૉલરમાં ખરીદ્યા બાદ હીરા વેપારીઓ રફ્ફૂ-ચક્કર થઈ ગયા છે.
સુરતના વેપારી બંધુઓ, મુંબઈના વેપારીને લાખોનો ચૂનો લગાવીને રફ્ફૂચક્કર - Gujarati News
સુરતઃ સુરતના હીરા વેપારી અને ભાગીદારે મુંબઈના વેપારીને લાખોનો ચુનો ચોપડ્યો હોવાના સમાચાર સામે આવી રહ્યા છે. જિલ્લાના નંદુદોશીની વાડીમાં શ્યામનતક ડાયમંડ પેઢી ચલાવતા ભાગીદાર સહિત માલિક પેઢી બંધ કરી ફરાર થઇ ગયા છે.
સુરતના હીરા વેપારી સહિત ભાગીદારે મુંબઈના વેપારીને લાખોનો ચૂનો ચોપડ્યો...
જેના પગલે મુંબઇના અંધેરીના હીરા વેપારી શૈલેષભાઇ ઇન્દુલાલ દોશી દ્વારા કતારગામ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવામાં આવી હતી.
પોલીસે વેપારીની ફરિયાદના આધારે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. આ ઉપરાંત સૂત્રોના જણાવ્યા અનુસાર, અન્ય વેપારીઓ સાથે પણ કોશિયા બંધુઓ દ્વારા કૌભાંડ આચરવામાં આવ્યું હોવાની વિગત સામે આવી છે.
Last Updated : May 4, 2019, 2:28 PM IST