ગુજરાત

gujarat

ETV Bharat / state

સુરત: મહુવા સુગર ફેક્ટરી સહિત ત્રણ ઈન્ડસ્ટ્રીઝમાં મોકડ્રીલ યોજાઈ

સુરત જિલ્લાની મોટી ઈન્ડસ્ટ્રીઝ, ખાંડ ઉદ્યોગ મંડળીઓ તેમજ GIDCમાં આગ જેવી મોટી ઘટનાઓ સમયે તકેદારીના ભાગરૂપે જાગૃતિ કેળવાય તેમજ અકસ્માતો ઘટાડવાના હેતુથી તારીખ 17 ઓગષ્ટથી 15 સપ્ટેમ્બર દરમિયાન અગમચેતીના ભાગરૂપે ઔદ્યોગિક સલામતી અને સ્વાસ્થ્ય વિભાગ દ્વારા ‘સલામતી માસ’ની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં જુદી જુદી કંપનીઓ, ફેકટરીઓમાં મોકડ્રીલ યોજવામાં આવી હતી.

By

Published : Sep 18, 2020, 10:15 PM IST

Mock drills
મહુવા સુગર ફેકટરી સહિત ત્રણ ઈન્ડસ્ટ્રીઝમાં મોકડ્રીલ યોજાઈ

સુરતઃ જિલ્લાની મોટી ઈન્ડસ્ટ્રીઝ, ખાંડ ઉદ્યોગ મંડળીઓ તેમજ GIDCમાં આગ જેવી મોટી ઘટનાઓ સમયે તકેદારીના ભાગરૂપે જાગૃતિ કેળવાય તેમજ અકસ્માતો ઘટાડવાના હેતુથી તારીખ 17 ઓગષ્ટથી 15 સપ્ટેમ્બર દરમિયાન અગમચેતીના ભાગરૂપે ઔદ્યોગિક સલામતી અને સ્વાસ્થ્ય વિભાગ દ્વારા ‘સલામતી માસ’ની ઉજવણી કરવામાં આવી હતી.

મહુવા સુગર ફેકટરી સહિત ત્રણ ઈન્ડસ્ટ્રીઝમાં મોકડ્રીલ યોજાઈ

જિલ્લામાં સલામતી માસ અંતર્ગત અમી ઓર્ગેનીકસ લી.સચીન GIDC ખાતે ટોક્ષીક ગેસ લીકેજ થતા આગ લાગવાના બનાવ અંગે મોકડ્રીલ યોજાઇ હતી. તેમજ મહુવા સુગર ફેકટરી લી. બામણીયા ખાતે આલ્કોહોલ ટેન્કની પાઈપલાઇનમાં લીકેજ અને પલસાણા તાલુકાના જોળવા ખાતે ગાર્ડન સિલ્ક મિલ્સની મોકડ્રીલ યોજાઈ હતી. ફેકટરીમાં ગેસ લીકેજ થવાથી તત્કાલ ઓનસાઈટ ઈમરજન્સી જાહેર કરવામાં આવી હતી. ગેસ લીકેજના કારણે સંક્રમિત થયેલા કર્મચારીને એમ્યુલન્સ દ્વારા હોસ્પિટલમાં પહોંચાડવા સહિત ફેકટરીમાં કામ કરતા ફેકટરીના સાધનો અને માનવસંશાધનોનો ઉપયોગ કરીને ઉભી થયેલી ઈમરજન્સીને કંટ્રોલ કરવામાં સફળતા મેળવી હતી.

મહુવા સુગર ફેકટરી સહિત ત્રણ ઈન્ડસ્ટ્રીઝમાં મોકડ્રીલ યોજાઈ

આ મોકડ્રીલમાં સુરતના સંયુકત નિયામક, ઔદ્યોગિક સલામતી અને સ્વાસ્થ્ય કચેરીના અધિકારીએ હાજર રહી મોકડ્રીલ દરમિયાન જણાઇ આવેલી ત્રુટીઓની પુર્તતા કરવા માર્ગદર્શન આપ્યું હતું. કારખાનાના શ્રમયોગીઓએ પણ આ મોકડ્રીલમાં ભાગ લીધો હતો. દરેક કારખાનાઓમાં મેનેજમેન્ટ દ્વારા મોકડ્રીલમાં જણાવેલી ત્રુટીઓનું પુનરાવર્તન ન થાય તે માટેની તકેદારી લેવા પણ જણાવવામાં આવ્યું હતું.

ABOUT THE AUTHOR

...view details