મિત્સુ ચાવડાએ જણાવ્યું હતું કે, અમેરિકાની પ્રતિષ્ઠિત કૅલિફોર્નિયા પલ્બિક યુનિવર્સિટી દ્વારા સોશિયલ વર્ક ઍન્ડ હ્યુમૅનિટિઝ (સામાજિક કાર્ય અને માનવશાસ્ત્ર) ક્ષેત્રમાં ડૉક્ટર ઑફ હ્યુમૅનિટિઝની પદવી એનાયત કરવામાં આવી છે. 30 જૂનના રોજ યોજાયેલા સન્માન સમારોહમાં આ ડિગ્રી એનાયત કરવામાં આવી હતી. મેં મિલિટરી સર્વિસીસના પેરાપ્લેજીક જવાનો વિશે જનતાને માહિતી આપવા અને જાગૃતિ લાવવા માટે દેશભરમાં (65 દિવસમાં 17000 કિ.મી) એક સોલો બાઈક રાઇડ કરી હતી. મારા આ કાર્યની યુનિવર્સિટીએ નોંધ લઈને ડિગ્રી એનાયત કરી છે.
સુરતની મિત્સુ ચાવડાને ડોક્ટર હ્યુમેનિટીઝની પદવી એનાયત કરાઇ - youth
સુરત: શહેરની મિત્સુ ચાવડા અમેરિકાની પ્રતિષ્ઠીત કેલિફોર્નિયા પબ્લિક યુનિવર્સિટી દ્વારા સોશિયલ વર્ક એન્ડ હ્યુમેનિટીઝ સામાજિક કાર્ય અને માનવશાસ્ત્ર ક્ષેત્રમાં ડોક્ટર ઓફ હ્યુમેનિટીઝ પદવી એનાયત કરવામાં આવી છે. 30 જૂનના રોજ યોજાયેલા સન્માન સમારોહમાં આ ડિગ્રી એનાયત કરવામાં આવી હતી. મિલિટરી સર્વિસીસના પેરાપ્લેજીક જવાનો વિષે જનતાને માહિતી આપવા અને જાગૃતિ લાવવા માટે દેશભરમાં 65 દિવસમાં 17000 કિ.મી. સોલો બાઇક રાઈડ કરી હતી.
surat
વધુમાં જણાવ્યું હતું કે, હું ડિફેન્સ સર્વિસીસમાં જોડાવા માટે ગુજરાતના યુવક-યુવતીઓને પ્રોત્સાહિત કરવા પણ ઘણા સેમિનાર્સ હાથ ધરતી આવી છું. સામાન્ય જનતાને મિલિટરી ફોર્સિસના કાર્યથી માહિતગાર કરી તેને વધુ લોકો સુધી પહોંચાડવાનું કામ હું કરતી આવી છું. એક યુવા, મહિલા તરીકે હું હંમેશાં વિવિધ સામાજિક મુદ્દાઓ મામલે જનજાગૃતિ ફેલાવવા સક્રિય રહું છું અને લોકસેવામાં પણ કાર્યરત છું.