- BJP corporatorએ મહિલા કર્મચારી સાથે કર્યો દુર્વ્યવહાર
- કોર્પોરેટર દ્વારા વેક્સિનેશન સેન્ટર પર ટોકન માંગવામાં આવી
- વેક્સિન લેવા આવનાર 40 લોકો વેક્સિન લીધા વગર રહી ગયા
સુરત : શહેરના પાંડેસરા વિસ્તારમાં આવેલા સુમન હાઈસ્કૂલ-14માં રસીકરણ માટેનું સેન્ટર ચાલી રહ્યું છે. વોર્ડ નંબર-29ના ભાજપના કોર્પોરેટર (BJP corporator) એવા વંશુ યાદવ દ્વારા રસીકરણ સેન્ટર ઉપર રસીકરણ આપનારી મહિલા કર્મચારીઓ જોડે ગેરવર્તન કરાયું હતું. આ બાબતને લઈને રસીકરણ સેન્ટર ઉપર હાજર ડો. મહિલા કર્મચારીઓ રસીકરણ સેન્ટરથી બહાર આવી ગયા હતા અને તેના કારણે વેક્સિન લેવા આવનાર 40 લોકો વેક્સિન લીધા વગર રહી ગયા હતા.
આ પણ વાંચો : સુરતમાં અડધાથી વધુ વેક્સિનેશન સેન્ટર બંધ, વેક્સિનની અછતને કારણે લોકો પરેશાન
ટોકન આપવા બાબતે મહિલા ડોક્ટરો પર દબાણ કરાયું
ભાજપના કોર્પોરેટર (BJP corporator) વંશુ યાદવ પોતાના જ વિસ્તારમાં આવેલા સુમન હાઈસ્કૂલ-14માં રસીકરણ સેન્ટર ચાલી રહ્યું હતું. ત્યાં બપોરે બે વાગે પહોંચીને રસીકરણ માટે આપવામાં આવતા ટોકન બાબતે જણાવ્યું હતું કે, તેમના જાણીતા લોકો ઉભા છે. તેમને રસીકરણ માટે ટોકન આપો. આ બાબતે મહિલા ડોક્ટરો પર દબાણ કરવામાં આવ્યું હતું.
રસીકરણ સેન્ટરને ડોઝ ન હોવાથી બંધ કરવામાં આવી રહ્યું
તે સમય દરમિયાન રસીકરણ આપનારી મહિલા કર્મચારી દ્વારા ના પાડવામાં આવી હતી. ત્યારે વંશુ યાદવ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, તમે લોકો મન ફાવે તેમ ટોકન આપી રહ્યા છો. કોઈને ટોકન મળે તથા કોઈને ટોકન ન મળે એ કઈ રીતે બને ? ત્યારે મહિલા કર્મચારી દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, અહીં આ રસીકરણ સેન્ટરને ડોઝ ન હોવાથી બંધ કરવામાં આવી રહ્યું છે.