ગુજરાત

gujarat

ETV Bharat / state

સરકારના નિર્ણયથી સુરતના વિવર્સ અકળાયા, જલદ આંદોલનની ચીમકી ઉચ્ચારી

સુરત: સરકાર દ્વારા રિફંડ માટેની અરજી કરતા પહેલા ક્રેડિટ રિવર્સ કરવા ઉપરાંત 18 ટકા વ્યાજ ભરવાનો ફતવો બહાર પાડવામાં આવ્યો છે. સરકારની આ નીતિ સામે સુરતના વિવર્સ અકળાયા છે. સાથે જ હવે સરકારની નીતિ સામે લડી લેવાનો મૂડ પણ બનાવી લીધો છે. આ અંગે કોઈ નિર્ણય નહીં લેવામાં આવે, તો આગામી દિવોસમાં રસ્તા પર ઉતરીને જલદ આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે.

સ્પોટ ફોટો

By

Published : Mar 31, 2019, 1:25 PM IST

સુરતના રિંગ રોડ ખાતે શનિવારે સુરત ટેક્સટાઇલ્સ ઉદ્યોગના આગેવાનોની બેઠક મળી હતી. જેમાં સરકાર દ્વારા બહાર પાડવામાં આવેલ ક્રેડિટ રિવર્સ નહીં કરી હોય, તેવા સંજોગોમાં અગાઉની જમા ક્રેડિટ પર વ્યાજ વસુલવા અંગેનો નિર્ણય લેવાયો છે. આ મામલે યોગ્ય નિર્ણય અને ચર્ચા-વિચારણા કરવા અંગેની બેઠક યોજવામાં આવી હતી.

સુરત ફોગવાની અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં જણાવવામાં આવ્યું હતું કે, સરકારનો આ નિણર્ય અનઘડત નિર્ણય છે. જેના કારણે બેરોજગારીનો મોટો પ્રશ્ન ઉપસ્થિત થવાની ભીતિ છે. સરકારના ફતવાથી ટેક્સટાઇલ્સ ઉદ્યોગ પર મોટી માર સહન કરવાનો વારો આવ્યો છે. અસંખ્ય વિવર્સના ખાતામાં રિવર્સ ક્રેડિટ કરવાની રકમ કરતા હાલમાં જમા રકમ વધુ છે. છતાં સરકાર વિવર્સના જરૂપિયા પર 18 ટકા વ્યાજ ભરવાનો અંધવહીવટ કરવા જઈ રહી છે, જે બિલકુલ પણ યોગ્ય નથી.

ફોગવા પ્રમુખ અશોક જીરાવાળાએ જણાવ્યું કે, વિવર્સને આપવાની થતી ક્રેડિટ કેરી ફોરવર્ડ કરવાને બદલે લેપ્સ શબ્દ વાપરતા વિવર્સએ સરકારની નીતિ સામે આંદોલન કર્યું હતું. છતાં તેમનું નિરાકરણ નહીં આવતા હાઈકોર્ટમાં રીટ પિટિશન કરાઇ છે. આ પિટિશનમાં વિવર્સને વાંધા સાથે ક્રેડિટ રિવર્સ કરવા કોર્ટે જણાવ્યું છે. જ્યાં વિવર્સ વાંધા સાથે ક્રેડિટ રિવર્સ કરવા પણ તૈયાર થયા છે. પરંતુ વિવર્સ પાસેથી ઊંચું વ્યાજ વસુલવાની નીતિને લઈને ભારે કચવાટ ઉભો થયો છે. તેમણે કોર્ટના દ્વાર તો ખખડાવ્યા છે, સાથે જો યોગ્ય નિકાલ અથવા રાહત આપવામાં નહીં આવે તો જલદ આંદોલન કરવાની પણ ફરજ પડશે. સરકાર પાસે આશા છે, પરંતુ જો નિર્ણય નહીં લેવામાં આવે તો રોડ પર ઉતરવાની નોબત આવી શકે છે.

સરકારના નિર્ણયથી સુરતના વિવર્સ અકળાયા

સરકાર દ્વારા વીજળીના દરમાં 1.17 પૈસાનો વધારો કરવામાં આવ્યો છે. જેનાથી ઉદ્યોગોને મોટો માર પડવાનો છે. પર યુનિટ સરકારે વીજળી દીઠ 1.17નો વધારો કરવાનો નિર્ણય કર્યો છે, જે વિવર્સ માટે યોગ્ય નથી. ઓગસ્ટ પછી કુલ 1300થી 1400 કરોડનું રિફંડ બાકી છે. ઉદ્યોગ એ સરકારનો દીકરો છે અને ખેતી પછી સૌથી મોટો રોજગાર આપતો સુરતનો ટેક્સટાઇલ્સ ઉદ્યોગ છે.

તેમણે જણાવ્યું છે કે, સરકારને અમારું આ અલ્ટીમેટમ છે. જેમાં શસ્ત્રો ઉગામતા પહેલા વાટાઘાટો જરૂરી છે, કારણ કે વાટાઘાટોથી સમસ્યાનો નિકાલ થાય તે સૌ માટે સારું છે. સરકારને સ્પષ્ટ ચીમકી છે કે, જો ટેક્સટાઇલ્સ ઉદ્યોગના વેપારીઓની માંગ પુરી નહીં થાય તો આગામી લોકસભાની ચૂંટણીમાં સરકાર વિરુદ્ધ મતદાન કરવામાં આવશે.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details