ગુજરાત

gujarat

ETV Bharat / state

અહો આશ્ચર્યમ્ ! માંડવીનું એક ગામ જ્યાં તમામ ઘરની દિવાલો પર તિરાડો પડેલી છે - village

સુરત: માંડવી તાલુકાના ખંજરોલી ગામના તમામ ઘરોની દીવાલોમાં તીરાડો પડી ગઈ છે. તેનુ કારણ છે ગામમાં આવેલા પથ્થર તોડવાની ક્વોરીમાં કરવામાં આવતુ બ્લાસ્ટિંગ. જેથી ઘરોમાં દીવાલોમાં તિરાડો પડી ગઈ છે અને કાચા ઘરોમાં નળિયા અને પતરા હંમેશા તૂટતા રહેતા હોવાથી ગ્રામજનો પરેશાન છે

mandavi

By

Published : Feb 26, 2019, 4:18 PM IST

ક્વોરીમાં પથ્થર તોડવા માટે કરવામાં આવતા ધડાકા એટલા પ્રબળ હોઈ છે કે, ગ્રામજનોને કેટલીક વાર ભૂકંપના આંચકાનો અહેસાસ પણ થાય છે. તો બીજી તરફ એટલી હદે ડમરી ઉડે છે કે, ખેત મજૂરો ખેતરમાં કામ કરવા માટે તૈયાર નથી. જેના કારણે ખેડૂતો પરેશાન છે. જે મહામહેનતે પાક તૈયાર કરવામાં આવે છે, તેનું પૂરતું વળતર પણ મળતું નથી.

300થી વધુ વસ્તી ધરાવતા આ ગામમાં એક પણ ઘર બાકી નથી, જેને ક્વોરીથી નુકશાન ન થયું હોય. તદ્ઉપરાંત ક્વોરીના કારણે ભૂગર્ભ જળ પણ ઊંડા ઉતરી ગયા હોવાથી પીવાના પાણીની પણ તકલીફ ઊભી થઈ રહી છે. ત્યારે ગામના સરપંચ દ્વારા આ બાબતે ફરિયાદ પણ કરવામાં આવી હતી, પરંતુ હજી સુધી કોઈ પગલાં લેવામાં આવ્યા નથી.

ABOUT THE AUTHOR

...view details