સુરત ખેડૂત સમાજના આગેવાન રસીલા જણાવ્યું છે કે મહા વાવાઝોડાના કારણે સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં પડેલા કમોસમી વરસાદના પગલે ડાંગરના મોટા ભાગને નુકશાન થયું છે આશરે સાડી 300 કરોડ કરતા પણ વધુ નું નુકશાન સુરત વલસાડ નવસારી સહિતના જિલ્લાના ખેડૂતોને સહન કરવાનો વારો આવ્યો છે.
મહા વાવાઝોડુઃ સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં મોટા ભાગના ખેતી પાકને નુકસાનની શક્યતા - ખેતી પાકને નુકશાન
સુરત: ગુજરાત પર મહા વાવાઝોડાનું સંકટ તોળાઈ રહ્યું છે, ત્યારે હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી આગાહીના પગલે સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં મોટા ભાગના ખેતી પાકને નુકશાન થાય તેવી ભીંતિ ખેડૂત આલમમાં સેવાઇ રહી છે. જિલ્લામાં ખાસ કરીને છેલ્લા બે દિવસ દરમિયાન પડેલા કમોસમી વરસાદના કારણે ડાંગરના પાકને મોટું નુકશાન થયું છે. ત્યારે મહા વાવાઝોડાની આગાહી ના પગલે બચી ગયેલા ડાંગર, શેરડી સહિત કેળના પાકને પણ મોટું નુકશાન થાય તેવી ભીતિ ખેડૂત આલમ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે.
રત સહિત દક્ષિણ ગુજરાતમાં મોટા ભાગના ખેતી પાકને નુકસાન
જોકે કેટલોક ડાંગરનો પાક બચી ગયો હોવાથી વાવાઝોડાની વધુ આગાહી કારણે નુકશાન થાય તેવી ભીતિ સેવાઈ રહી છે.ખેડૂતો પોતાના પાકને બચાવવા માટે હાલ કુદરતી આફત સામે ભગવાનને પ્રાર્થના કરી રહ્યા છે જો સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં મહા વાવાઝોડાની અસર વર્તાઈ તો સૌથી મોટું નુકશાન થવાની શકયતા છે. જેની સામે ખેડૂતો પાયમાલ થઈ જશે તેવી વ્યથા ખેડૂત આલમે વ્યક્ત કરી છે.