સુરતમાં રથયાત્રા ઇસ્કોન મંદિર દ્વારા 1994થી શરૂ થઈ હતી. ત્યારે લગભગ 3000 લોકો આ રથયાત્રામાં જોડાયા હતા. આ વર્ષે લગભગ 1.5 લાખથી વધુ લોકો રથયાત્રામાં જોડાશે. રથની વાત કરીએ તો 4 પૈડાંવાળા રથની લંબાઈ 16 ફૂટ, ઉંચાઈ 24 ફૂટ અને પહોળાઈ 10 ફૂટ ધરાવે છે. રથને ખેંચવામાં વપરાતું દોરડું દર 2 વર્ષે નવુ લાવવામાં આવે છે.
અષાઢી બીજે સુરત ઇસ્કોન મંદિર કાઢશે ભગવાન જગન્નાથની રથયાત્રા
સુરતઃ 4 જુલાઈએ અષાઢી બીજને લઇ સુરતના ઇસ્કોન મંદિર દ્વારા સૌથી મોટી 12 કિ.મીની જગન્નાથની 32મી રથયાત્રા નીકળવાની છે. સુરતના રેલ્વે સ્ટેશનથી નીકળી ટેક્ષટાઈલ માર્કેટ થઇ ઉધના દરવાજા થઇ જહાંગીર પુરા સ્થિત ઇસ્કોન મંદિર ખાતે પહોંચશે. ત્યારે આ રથયાત્રામાં 15 હજારથી વધુ લોકો રથને ખેંચશે અને 1.5 લાખથી વધુ ભક્તો જગન્નાથના દર્શનાર્થે જોડાશે. ત્યારે ઇસ્કોન મંદિરના કરતા હરતા દ્વારા રથયાત્રાની તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવાઈ છે.
ભગવાનને રેલવે સ્ટેશન પાસે રથમાં લઈ જઈ ફૂલોનો શણગાર, રોશનીનો શણગાર કરી સિંહાસન પર બિરાજમાન કરાશે. બીજા રથ પર ભગવાનની ગોવર્ધનલીલાને તાર્દશ કરવામાં આવી છે.આરતી બાદ રથયાત્રા બપોરે સુરત સ્ટેશન પરથી રિંગરોડ પર મજુરાગેટ, અઠવાગેટથી સરદાર બ્રિજ થઈ જહાંગીરપુરા ખાતે પહોંચશે. રસ્તામાં વિવિધ સંગઠનો દ્વારા રથયાત્રાનું સ્વાગત કરાશે.
ફૂલહાર અને રોશનીનો શણગાર કરવામાં આવશે અને આ રથયાત્રામાં 25000થી વધુ લોકો માટે મહાપ્રસાદી બનાવાશે.શહેરના અગ્રણી મહાનુભાવો અને દેશવિદેશનાં 50000થી વધુ ભકતો રથયાત્રામાં ઉપસ્થિત રહેશે.