ગુજરાત

gujarat

ETV Bharat / state

Loksabha Election 2024: આગામી લોકસભા ચૂંટણીમાં ક્લીન સ્વિપની હેટ્રિક માટે ભાજપ તૈયાર - લોકસભા ચૂંટણીમાં ક્લીન સ્વિપ

Loksabha Election 2024 Surat: વિધાનસભાની ચૂંટણી બાદ હવે લોકસભાની ચૂંટણી માટે ભારતીય જનતા પાર્ટીએ તૈયારીઓ શરૂ કરી દીધી છે. સુરત શહેરના અવધ ઉથોપિયા ખાતે આજે આઠ મહાનગરોના શહેર- જિલ્લા અધ્યક્ષ, મેયર, ડેપ્યુટી મેયર, શાસક પક્ષના નેતા સ્ટેન્ડિંગ ચેરમેન ધારાસભ્યો હાજર રહ્યા હતા. પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલની આગેવાનીમાં આજે આ તમામ શહેરના નેતાઓ લોકસભાની ચૂંટણીમાં જીત મંત્ર અંગેની ચર્ચા કરવામાં આવી હતી.

bharatiya-janata-party-started-preparations-for-the-lok-sabha-elections-meeting-at-surat-cr-patil
bharatiya-janata-party-started-preparations-for-the-lok-sabha-elections-meeting-at-surat-cr-patil

By

Published : May 24, 2023, 12:11 PM IST

લોકસભાની ચૂંટણી માટે ભારતીય જનતા પાર્ટીએ તૈયારીઓ શરૂ

સુરત:વર્ષ 2014 અને વર્ષ 2019 લોકસભાની ચૂંટણીમાં ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટી એક ક્લીન સ્વિપ મેળવી હતી. તમામ 26 લોકસભા બેઠકો પર ભારતીય જનતા પાર્ટીએ વિજય હાંસલ કરી હતી. આ જ રેકોર્ડ વર્ષ 2024 લોકસભાની ચૂંટણીમાં પણ કાયમ રહે આ માટે ભારતીય જનતા પાર્ટીએ કમર કસી લીધી છે. બુથ લેવલ પર કઈ રીતે લોકો સુધી પહોંચવાનું છે તે અંગેની ચર્ચા સુરત ખાતે કરવામાં આવી રહી છે. લોકસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખી આજે સુરત અવધ ઉથોપિયા ખાતે ભારતીય જનતા પાર્ટીની અગત્યની બેઠક યોજવામાં આવી છે.

ચૂંટણી માટે તૈયારીઓ શરૂ:પ્રદેશ પ્રમુખ સી આર પટેલની અધ્યક્ષતામાં આ બેઠક યોજવામાં આવી છે. જેમાં અમદાવાદ, સુરત, ગાંધીનગર, વડોદરા, રાજકોટ, જુનાગઢ, ભાવનગર અને જામનગરના મેયર, ડેપ્યુટી મેયર, જિલ્લા પ્રમુખ, શહેર પ્રમુખ, સ્ટેન્ડિંગ ચેરમેન, શાસક પક્ષના નેતા, લોકસભાના તમામ પ્રભારી, અને મનપાના હોદ્દેદારો સહિત ધારાસભ્ય હાજર રહ્યા છે. આ બેઠકમાં લોકસભા ચૂંટણી પહેલા વિકાસલક્ષી જે કામો ભાજપ સાહિત્ય મનપામાં કરવામાં આવ્યા છે સાથે સંગઠનાત્મક મુદ્દાઓને લઈ ચર્ચા હાથ ધરવામાં આવી છે.

સોશિયલ મીડિયા પર એક્ટિવ રહેવા માટે સૂચના:ગ્રાઉન્ડ સાથે કઈ રીતે સોશિયલ મીડિયા થકી પણ ના લોકો સુધી પહોંચી શકાય એ માટે આ બેઠકમાં ભાર મુકાયો છે. સોશિયલ મીડિયાના માધ્યમથી લોકો સુધી પહોંચવા માટેની પણ રણનીતિ તૈયાર કરવામાં આવી છે. એટલું જ નહિ પેજ પ્રમુખોને કઈ રીતે લોકો સુધી પહોંચવાનું છે અને કાર્ય કરવાનું છે આ અંગેની પણ ચર્ચા હાથ ધરવામાં આવી હતી.

તમામ મનપા વિકાસ કાર્યો અંગે ચર્ચા કરશે:સુરત શહેર ભાજપ શહેર પ્રમુખ નિરંજન ઝાંઝમેરાએ જણાવ્યું હતું કે, આઠ મહાનગરના જે પણ ધારાસભ્ય સહિત નેતાઓ છે તેઓ સુરત આવ્યા છે સુરત યજમાન છે. સૂરત મહાનગરપાલિકાના તમામ પ્રોજેક્ટના પ્રેઝન્ટેશન રજૂ કરવામાં આવશે. સાથે જે કામગીરી અહીં થઈ છે તે અંગેની પણ જાણકારી આપવામાં આવશે. આ સાથે અન્ય જે મહાનગર છે ત્યાં શું કામગીરી થઈ છે તે અંગેની પણ ચર્ચા હાથ ધરાશે. પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ અને સંગઠન મહામંત્રી રત્નાકરજી પણ હાજર છે.

લોકસભા ચૂંટણીને લઇ પણ ચર્ચાઓ:ભાવનગરના પૂર્વ ધારાસભ્ય સેજલબેન પંડ્યા એ જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના દેશમાં શાસનને નવું વર્ષ પૂરું થઈ ગયા છે જેને લઇ અનેક કાર્યક્રમો થવાના છે તેને લઈ મિટિંગનું આયોજન કરવામાં આવ્યું છે લોકસભા ચૂંટણીને લઈને પણ ચર્ચાઓ થઈ શકે છે.

  1. સવારે 10 કલાકે મળશે કેબીનેટ બેઠક, રથયાત્રાની તૈયારીઓ, નવા સત્ર પ્રારંભ બાબતે આયોજન
  2. PM Modi: પીએમ મોદીએ સિડનીમાં એડમિરલ્ટી હાઉસ ખાતે સેરેમોનિયલ ગાર્ડ ઓફ ઓનર આપ્યું

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details