ગુજરાત

gujarat

ETV Bharat / state

બારડોલીના આ મંદિરની પૂજા કરી શિવાજી યુદ્ધ લડતા....

સુરતઃ ફાગણ કૃષ્ણ ચતુર્થીના દિવસે દેશભરમાં મહાશિવરાત્રીના પર્વની ઉજવણી કરવામાં આવે છે. આ પર્વ નિમિતે બારડોલીના કેદારેશ્વર મહાદેવના મંદિરે હજારોની સંખ્યામાં શિવભક્તો હર હર મહાદેવના નાદ સાથે પહોંચી શિવજીની પૂજા અર્ચના કરી ધન્યતા અનુભવે છે.

ફોટો

By

Published : Mar 4, 2019, 7:56 PM IST

બારડોલીના ખલી ગામમાં મહાદેવ લિંગ સ્વરૂપે બિરાજમાન છે. આ કેદારેશ્વર મહાદેવનું મંદિર આશરે 700 વર્ષ જૂનું છે અને આ મંદિર સાથે ઘણી દંતકથાઓ જોડાયેલી છે. માન્યતા પ્રમાણે છત્રપતિ શિવાજી મહારાજ જ્યારે સુરત પર ચડાઈ કરતા ત્યારે આ મંદિરમાં કેદારેશ્વર મહાદેવના દર્શન કરીને જ યુદ્ધ લડવા માટે જતા હતા. આ મંદિરનું વિશેષ મહત્વ એ છે કે, આપણા રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીના દેહવીલય બાદ તેમના અસ્થિકુંભનો એક ભાગ અહીંની મીંઢોળા નદીમાં વિસર્જિત કરવામાં આવ્યો હતો.

જુઓ વીડિયો

ABOUT THE AUTHOR

...view details