યુક્રેન થી ગુજરાતના પતંગ ઉત્સવમાં પ્રથમ વખત ભાગ લેવા આવેલા પતંગબાજો સુરતમાં પતંગ ઉત્સવ જોઈ ઉત્સાહિત થયા હતા.સારી હવા અને અવનવી પતંગોને જોઈએ યુક્રેનના આ પતંગબાજો પોતાના પતંગથી લોકોને મનોરંજન કરવામાં પાછળ રહ્યાં નહીં સાથે લોકોને ઉતરાયણની શુભકામનાઓ પણ આપી હતી.
સૂર્યપુત્રી તાપી નદીના કિનારે સુરત મહાનગરપાલિકા દ્વારા આજે ઇન્ટરનેશનલ કાઇટ ફેસ્ટિવલનું આયોજન કરાયું હતું. જેમાં મેયર, મનપાના ડેપ્યુટી કમિશનર, સાંસદ સહિતના પદાધિકારીઓ હાજર હતા. આ ફેસ્ટિવલમાં 16 દેશોના 39,ગુજરાતના 52 અને સમગ્ર ઇન્ડીયામાંથી 39પતંગ બાજોએ ભાગ લીધો હતો.ફ્રેન્ચ, નેધરલેન્ડ, નેપાલ, ન્યૂઝીલેન્ડ, રસિયા, સિંગાપોર, સ્પેઇન, શ્રી લંકા, તુર્કી, થાઈલેન્ડ, UK, USA, વિયેતનામ, સહિતના દેશોમાંથી પતગબાજોએ ભાગ લઈ આનંદ માણ્યો હતો.