તક્ષશિલા અગ્નિકાંડની ઘટનામાં હજુ સુધી DGVCના ઉચ્ચ અધિકારીઓની ધરપકડ નહીં કરવામાં આવતી હોવાનો વાલીઓએ આક્ષેપ કર્યા છે. પોલીસ ફક્ત નાના અધિકારીઓની ધરપકડ કરી મોટા મગરમચ્છોને બચાવવાના પ્રયાસ કરી રહી છે. તેથી જ પોતાના વહાલસોયા દીકરા-દિકરીઓનો ન્યાય મળે તે માટે વાલીઓએ પોલીસ પરવાનગી મેળવી એક દિવસના પ્રતિક ધરણા કરી તક્ષશિલા અગ્નિકાંડ મુદ્દે જવાબદારોની ધરપકડ કરવાની કરી માંગ કરી છે.
સુરત અગ્નિકાંડ: ન્યાય માટે 22 મૃતકોના પરિવારે કર્યા એક દિવસના પ્રતિક ઉપવાસ
સુરતઃ ગત્ 24 મેના રોજ સુરતના સરથાણામાં તક્ષશિલા અગ્નિકાંડની ઘટના બની હતી. આ અગ્નિકાંડમાં સામાન્ય પરિવારના 22 માસુમનો ભોગ લેવાયો હતો. ત્યારે આ ઘટનાને 1 મહીનાથી વધારે સમય વીતી ગયો હોવા છતાં આરોપીઓની ધરપકડ કરવામાં ન આવતા ન્યાય માટે 22 મૃતકોનો પરિવાર આજે એક દિવસના પ્રતીક ધરણા પર બેઠો છે.
સુરત
વધુમાં વાલીઓએ જણાવ્યું હતું કે, બે વખત તમામ આવેદનપત્ર આપવા છતાં હજી સુધી વાલીઓની રજૂઆત પર ધ્યાન આપવા આવતું નથી. પોલીસ હજુ પણ ઉચ્ચ અધિકારીઓને બચાવવાનો પ્રયાસ કરી રહી છે.