સુરત:સમસ્ત બ્રાહ્મણ સમાજ દ્વારા આજરોજ શહેરના કાપોદ્રા સ્થિતિ કર્મનાથ મહાદેવ મંદિર ખાતે સમસ્ત બ્રાહ્મણ સમાજ દ્વારા રક્ષાબંધનના નિમિતે જનોઈ બદલવાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. મોટી સંખ્યામાં બ્રાહ્મણો એકઠા થઇ વૈદિક પરંપરા મુજબ ગાયત્રી મંત્રનો ઉચ્ચારણ કરી જનોઈ બદલવાની વિધિ કરી હતી. આ સમય દરમિયાન પવિત્ર તાપી કિનારો કર્મનાથ મહાદેવનું સાનિધ્ય અને બ્રાહ્મણ સમુદાય એમ ત્રિવેણી સંગમ જોવા મળ્યો હતો. એટલે કે ગુડ એવનિંગ પૂનમ એટલે બ્રાહ્મણોની દિવાળી ગણાય આ દિવસે બધા જ બ્રાહ્મણો વૈદિક વિધિ મુજબ જનોઈ બદલે છે.
Raksha Bandhan 2023: રક્ષાબંધનના પવિત્ર તહેવાર પર સુરતમાં વૈદિક પરંપરા મુજબ જનોઈ બદલવાનો કાર્યક્રમ
સુરત સમસ્ત બ્રાહ્મણ સમાજ દ્વારા મંગળવારના રોજ શહેરના સુર્ય પુત્રી તાપી તટે કર્મનાથ મહાદેવ મંદિર પાગણમાં રક્ષાબંધનના નિમિતે જનોઈ બદલવાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. જ્યાં વૈદિક પરંપરા મુજબ બ્રાહ્મણો જનોઈ બદલવાની વિધિ કરી હતી.
Published : Aug 30, 2023, 3:54 PM IST
'કામનાથ મહાદેવ મંદિરના સાનિધ્યમાં જે તાપી કિનારે આવેલું છે. આજરોજ રક્ષાબંધનનો પવિત્ર તહેવાર માનવામાં આવે છે અને આ તહેવારમાં અમે જનોઈ જેને યજ્ઞયપવીતો પણ કહેવામાં આવે છે. જે નૂતન યજ્ઞસંસ્કાર આજના દિવસનું મહત્વ એટલું છે કે આજે પૂર્ણિમાના દિવસે વર્ષે એક વખત તમામ બ્રાહ્મણો એકત્ર થઈ જૂની જનોઈને ત્યાગ કરી નવી જનોઈ ધારણ કરે છે. આજે 51 જેટલા બ્રાહ્મણ એકઠા થઈ ગાયત્રી મંત્રનો ઉચ્ચારણ કરીને નવી જનોઈ ધારણ કરે છે.' -લખનભાઈ જોષી, મહારાજ, બ્રાહ્મણ સમાજ
આજના દિવસનું મહત્વ: આ બાબતે બ્રાહ્મણ સમાજના મહારાજ લખનભાઈ જોષીએ વધુમાં જણાવ્યું હતું કે આજના દિવસની મહત્વની વાત કરું તો આજે નવ તારો એટલે બ્રહ્મા વિષ્ણુ મહેશ દેવતાંઓ નો દિવસ થાય છે. આજ દિવસે ગાયત્રી મંત્રનો ઉચ્ચારણ જે અમારા બ્રાહ્મણોમાં પાંચમો વેદ ગણવામાં આવે છે. જોકે આ પહેલા ચાર વેદો છે. જેમાં એક વેદ આમરો ગાયત્રી મંત્રને પણ માનવામાં આવે છે. એટલે કે જ્યાં સુધી બ્રાહ્મણ જનોઈ ધારણ ના કરે ત્યાં સુધી તેમનો કર્મ પણ ગણવામાં આવતો નથી. એટલે એક વખત જનોઈ ધારણ કર્યા બાદ તે બ્રાહ્મણ તરીકે ઓળખાય છે.