ગુજરાત

gujarat

ETV Bharat / state

કુલભૂષણ કેસમાં ભારતની તરફેણમાં ચુકાદો, સુરતીલાલાઓમાં ખુશીનો માહોલ - Gujarat

સુરત: ICJ દ્વારા ભારતીય નાગરિક અને નેવીના સેના અધિકારી કુળભૂષણ જાધવની ફાંસી પર રોક લાગતા સુરતમાં ખુશીની લહેર છવાઇ હતી. ઇન્ટરનેશનલ કોર્ટ ઓફ જસ્ટીસના ચુકાદાને ભારતીય નાગરિકોએ આવકાર્યો હતો. ઈન્ટરનેશનલ કોર્ટ ઓફ જસ્ટિસ ભારતીય નાગરિક કુલભૂષણ જાધવના મામલે આજે નિર્ણય આપ્યો છે. પાકિસ્તાને જાધવને મૃત્યુદંડની સજા આપી છે. જેના પર કોર્ટે રોક લગાવી છે. તેમજ કુલભૂષણ જાધવને કાઉન્સિલર આસિસટન્સ આપવાનો નિર્દેષ કર્યો છે.

કુલભૂષણ કેસમાં ભારતની તરફેણમાં ચુકાદો

By

Published : Jul 17, 2019, 9:59 PM IST

નેધરલેન્ડના હેગ સ્થિત ઇન્ટરનેશનલ કોર્ટ ઓફ જસ્ટીસ(ICJ)માં પાકિસ્તાનમાં બંધ ભારતના કુલભૂષણ જાધવ મામલે સુનવણી થઈ હતી. ICJમાં ભારતની મોટી જીત થઇ છે. ICJએ કુલભૂષણ જાધવની ફાંસી પર રોક લગાવી દીધી છે. સાથે જ જાધવને કાઉસલર એક્સેસની સુવિધા મળશે. કોર્ટે 15-1થી ભારતની તરફેણમાં નિર્ણય સંભળાવ્યો.કોર્ટે નિર્ણય પર પુનર્વિચાર માટે કહ્યું છે. સુરતમાં વેપારીઓ અને યુવાઓએ મીઠાઈ વડે એકબીજાનું મોઢું મીઠું કરાવી કોર્ટના ચુકાદાને બિરદાવ્યો છે.

કુલભૂષણ કુલભૂષણ કેસમાં ભારતની તરફેણમાં ચુકાદો, સુરતીલાલાઓમાં ખુશીનો માહોલ


પાકિસ્તાનની એક સૈન્ય કોર્ટ જાસૂસીના આરોપમાં જાધવને ફાંસીની સજા સંભળાવી ચૂકી છે, જેને ભારતે પાયાવિહોણો ગણાવ્યો છે. ભારતે ICJ પાસે પાકિસ્તાન સરકારને સેન્ય કોર્ટના આદેશને રદ્દ કરવાનો નિર્દેશ આપવાની માંગ કરી અને આવું નહી કરવા પર આંતરરાષ્ટ્રીય કાનુન અને સમજૂતીના અધિકારોનું ઉલ્લંઘન કરવાના કારણે ICJ દ્વારા આ આદેશને ગેરકાયદે જાહેર કરવાની માંગ કરી. પાકિસ્તાનનો દાવો હતો કે ભારત તેના જાસૂસ પાસેથી સૂચનાઓ મેળવવા માગે છે.

ABOUT THE AUTHOR

...view details