ગુજરાત

gujarat

ETV Bharat / state

Surat news: સુરતમાં પોલીસ પરિવાર બનાવવામાં આવેલા ફ્લેટ્સનું લોકાર્પણ

સુરતમાં પોલીસ પરિવાર માટે કોન્સ્ટેબલ અને ASI માટે પીપલોદ અને સચિન પોલીસ લાઈન ખાતે કુલ 224 ફ્લેટ્સનું રાજ્ય ગૃહ પ્રધાન હર્ષ સંઘવી અને ગુજરાત પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું છે. આ પોલીસ લાઇનના ફ્લેટ્સ પ્રાઇવેટ બિલ્ડીંગના ફ્લેટ્સ જેવા છે. હવે ગુજરાત પોલીસ હાઉસિંગ બોર્ડ દ્વારાના તમામ કર્મચારીઓ માટે આ જ પ્રકારના ફ્લેટ્સ તૈયાર કરવામાં આવશે.

inauguration-of-flats-built-for-police-families-in-surat
inauguration-of-flats-built-for-police-families-in-surat

By

Published : Mar 5, 2023, 10:04 PM IST

પોલીસ પરિવાર બનાવવામાં આવેલા ફ્લેટ્સનું લોકાર્પણ

સુરત:સુરતમાં પોલીસ પરિવાર માટે કોન્સ્ટેબલ અને ASI માટે પીપલોદ અને સચિન પોલીસ લાઈન ખાતે કુલ 224 ફ્લેટ્સનું રાજ્ય ગૃહપ્રધાન હર્ષ સંઘવી અને ગુજરાત પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ ના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું છે. આ પોલીસ લાઇનના ફ્લેટ્સ પ્રાઇવેટ બિલ્ડીંગના ફ્લેટ્સ જેવા છે.અને હવે ગુજરાત પોલીસ હાઉસિંગ બોર્ડ દ્વારાના તમામ કર્મચારીઓ માટે આ જ પ્રકારના ફ્લેટ્સ તૈયાર કરવામાં આવશે.

પીપલોદ અને સચિન પોલીસ લાઈન ખાતે કુલ 224 ફ્લેટ્સનું રાજ્ય ગૃહ પ્રધાન હર્ષ સંઘવી અને ગુજરાત પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલના હસ્તે લોકાર્પણ

વીવીઆઈપી જેવા બિલ્ડીંગના ફ્લેટ્સ: હવે ગુજરાત પોલીસ હાઉસિંગ બોર્ડ દ્વારા ના તમામ કર્મચારીઓ માટે આ જ પ્રકારના ફ્લેટ્સ તૈયાર કરવામાં આવશે. આ કાર્યક્રમમાં વન પર્યાવરણ રાજ્યપ્રધાન મુકેશભાઈ પટેલ, ધારાસભ્ય સંદિપભાઈ દેસાઈ, મનુભાઈ પટેલ, સંગીતાબેન પાટીલ, મેયર હેમાલીબેન બોઘાવાલા, પોલીસ કમિશનરશ્રી અજયકુમાર તોમર, અધિક પોલીસ કમિશનરશ્રી શરદ સિંઘલ, ડે.મેયર દિનેશભાઈ જોધાણી, શહેર સંગઠન પ્રમુખ નિરંજનભાઈ ઝાંઝમેરા, સ્થાયી સિમિત ચેરમેન પરેશભાઈ પટેલ, ઉચ્ચ પોલીસ અધિકારીઓ, કોર્પોરેટર્સ, પોલીસકર્મીઓ, કોન્સ્ટેબલો અને તેમના પરિવારજનો ઉપસ્થિત રહ્યા હતા.

સુરતમાં પોલીસ પરિવાર બનાવવામાં આવેલા ફ્લેટ્સનું લોકાર્પણ

મને ત્રણ P નો અનુભવ છે:આ લોકાર્પણ પ્રસંગે ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ સી આર પાટીલે જણાવ્યું હતું કે, હું ઘણી વખત મારા જીવનના કેટલાક પ્રસંગો લોકોને કહેતો રહુ છું કે, મને ત્રણ P નો અનુભવ છે. પેહલો P એટલે પોલીસ, બીજો P એટલે પત્રકાર અને ત્રીજો P એટલે પોલિટિશિયન. આ ત્રણેમાં સૌથી સારા વ્યક્તિ પોલીસ છે. ઘણી વખત લોકો આ વાત માનતા નથી. એનું કારણ છે કે, પોલીસ પાસે ખુંબ જ નજીવા સાધનો હોય છે. તેમ છતાં પોલીસ સમાજમાંથી ગુનેગારોને શોધીને ગુનેગારો પાસે ખુબ જ પૈસા હોય છે. તેથી તેઓ સારા વકીલ કરીને છૂટી જતા હોય છે. તેમ છતાં પોલીસ તે ગુનેગારોની જૈલના સળિયા પાછળ ધકેલી દે છે.

આ પણ વાંચોGujarat water supply projects : રાજ્યની 6 નગરપાલિકાઓમાં પાણી પૂરવઠા પ્રોજેક્ટસ માટે ૬૪.૯૧ કરોડના વિકાસ કામોને મંજૂરી

પોલીસ કર્મીઓને અભિનંદન: વધુમાં જણાવ્યું હતું કે, હું એક પોલીસ લાઇનમાં રહ્યો છું હું સચીન, બારડોલી અને પલસાણામાં પોલીસ લાઇનમાં રહ્યો છું. તે વખતના પોલીસના ક્વોટર્સ મે જોયા છે. એની સામે આજના જે પોલીસ ક્વાર્ટસ સારા સુવિધા વાળા ફાળવવામાં આવ્યા છે. તેની મેં કલ્પના ન કરી હતી. એવું કામ એમાં કરવામાં આવ્યા છે. જેની માટે હું ગૃહ રાજ્ય પ્રધાન, પોલીસ કમિશનર અને જેમણે આ મકાનો બનાવ્યા છે તેમને અભિનંદન પાઠવું છું.

આ પણ વાંચોPorbandar news: ટાઉન પ્લાનિંગના નિયમમાં ફેરફાર મુદ્દે પાલિકા ચીફ ઓફિસરનો લેટર, બિલ્ડરોમાં ભારે રોષ

સુરતનું ડેવલપમેન્ટ:વધુમાં જણાવ્યું હતું કે, જે જગ્યા ઉપર પોલીસ બનાવવામાં આવ્યા છે તે જગ્યા ઉપર હું પેહલા પોલીસ કોન્સ્ટેબલ તરીકે કામ કરતો હતો ત્યારે અહીં અમે લોકો ફાયરિંગની પ્રેક્ટિસ માટે અહીં આવતા હતા. તે સમય અને આજનો સમય ખૂબ જ બદલાઈ ગયો છે. કારણ કે આજે સુરતનું ડેવલપમેન્ટ શું છે જોઈએ છે તો આપણી છાતી ગર્વથી ફુલાઈ જાય છે.

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details