સુરત: માત્ર 22 વર્ષના MBBSના વિદ્યાર્થીને લકવા ગ્રસ્ત દર્દીઓની સારવાર દરમિયાન વિચાર આવ્યો હતો કે તેઓ પોતાના કામકાજ માટે સ્વનિર્ભર બને અને કોઈ અન્ય વ્યક્તિ પર નિર્ભર ન રહે. આ માટે પાવર એક્સો સ્કેલેટન (Axial skeleton)બનાવવામાં આવે તેના આ વિચારને વાસ્તવિકતામાં પરિવર્તન કરવા માટે એસવીએનઆઈટી નિષ્ણાંત અને વિદ્યાર્થીઓએ પણ સહયોગ આપ્યો છે. જેના કારણે લકવા ગ્રસ્ત દર્દીઓને( Axial skeleton for paralyzed patient)હવે ઓટોમેટીક પાવર એકસો સ્કેલેટન મળી રહેશે.
લકવા ગ્રસ્ત દર્દીઓ માટે વરદાન સાબિત થશે -મૂળ ગુજરાતના પાટણ જિલ્લાના પ્રતિક પટેલ આમ તો સુરતના નવી સિવિલ હોસ્પિટલમાં MBBSની ડિગ્રી મેળવવા માટે આવ્યા હતા. પરંતુ ભણતરની સાથે દર્દીઓની સારવાર કરતી વેળાએ તેમને જે વિચાર આવ્યો તે લકવા ગ્રસ્ત દર્દીઓ માટે વરદાન સાબિત થશે. લકવાગ્રસ્ત દર્દીઓની સારવાર દરમિયાન આ ડોક્ટર પ્રતીક પટેલે જોયું કે દર્દીઓએ પોતાનું કામ કરવા માટે પોતાના સ્વજનોની રાહ જોવી પડે છે. તેઓ પોતાની રીતે કોઈ પણ કામ કરી શકતા નથી. ડો.પ્રતીકે વિચાર્યું કે આવા લકવા ગ્રસ્ત દર્દીઓ માટે ઉપયોગી બની શકે તેવી ઓટોમેટિક વ્લચેર કે અથવા કોઈ અન્ય ઉપકરણ બનાવવામાં આવે. પોતાના આ વિચારને પૂર્ણ કરવા માટે તેને દેશની જાણીતી સંસ્થા સરદાર વલ્લભભાઈ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજીના મિકેનિકલ એન્જિનિયરિંગ વિભાગના પ્રોફેસર હર્ષદ દવેને ઇમેલ કર્યો હતો.
આ પણ વાંચોઃIndian Railways Baby Berth: ભારતીય રેલવેએ શરૂ કર્યું 'બેબી બર્થ', જાણો શું છે ખાસિયત