ગુજરાત

gujarat

ETV Bharat / state

સુરત જિલ્લામાં ડુંગળીએ લોકોને રડાવ્યા, 1 કિલોનો ભાવ 70 રૂપિયા

કોરોના મહામારી વચ્ચે મોંઘવારી પણ વધી રહી છે. હાલમાં મોંઘવારીએ સામાન્ય નાગરિકની કમર તોડી નાખી છે. બારડોલી સહિત સમગ્ર સુરત જિલ્લામાં શાકભાજીના ભાવ આસમાને પહોંચતા લોકો હેરાન પરેશાન થઈ ચૂક્યા છે. હાલમાં સુરત જિલ્લામાં એક કિલો ડુંગળીનો ભાવ રૂ. 70 પર પહોંચતા લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.

સુરત જિલ્લામાં ડુંગળીએ લોકોને રડાવ્યા, 1 કિલોનો ભાવ રૂ. 70એ પહોંચ્યો
સુરત જિલ્લામાં ડુંગળીએ લોકોને રડાવ્યા, 1 કિલોનો ભાવ રૂ. 70એ પહોંચ્યો

By

Published : Oct 12, 2020, 7:54 PM IST

બારડોલીઃ સુરત જિલ્લામાં તમામ શાકભાજીના ભાવ આસમાને પહોંચ્યા છે. રસોડાની રાણી અને ગરીબોની કસ્તૂરી ગણાતી ડુંગળીના ભાવ આકાશને આંબતા લોકોની થાળીમાંથી ડુંગળી ગાયબ થઈ રહી છે. ડુંગળીનો ભાવ 60થી 70 રૂ. કિલો પર પહોંચતા ગૃહિણીનું બજેટ ખોરવાયું છે. મહારાષ્ટ્રમાં ભારે વરસાદને કારણે ડુંગળીના પાકને મોટાપાયે નુકસાન થયું છે. આથી ડુંગળીની આવક ઘટતા આ સ્થિતિ સર્જાઈ હોવાનું જાણવા મળી રહ્યું છે.

ગરીબોની કસ્તૂરી કહેવાતી ડુંગળી આજે અમીરોના ખાવાનો પણ સ્વાદ બગાડી રહી છે. ડુંગળીના વધતા જતા ભાવ જોઈને તેને દૂરથી સલામ કરવાનું જ મન થાય છે. ડુંગળી કાપતા કાપતા આંખોમાં પાણી જરૂર આવતું હતું હવે તો ડુંગળી ખરીદતા પણ આંખોમાં પાણી આવે છે; ત્યારે ખરેખર એમ થાય કે ડુંગળીએ રડાવી દીધા છે. અન્ય શાકભાજીની જેમ ડુંગળીના ભાવ 60થી 70 રૂપિયા કિલો પહોંચી ગયા છે. સુરત જિલ્લામાં ડુંગળીનો ભાવ 70 રૂ. કિલો પર પહોંચ્યો છે.

એક તરફ કોરોનાની મંદીને કારણે લોકોના કામ ધંધા છેલ્લા કેટલાંક મહિનાથી ઠપ્પ છે. લોકોના ખિસ્સા ખાલી છે આવા સમય ડુંગળી સહિત અનેક શાકભાજીઓનો ભાવ આસમાને પહોંચતા લોકો ચિંતિત બન્યા છે. લોકોની થાળીમાં ડુંગળી નહીં દેખાતા હવે થાળીમાં ફિકાશ દેખાઈ રહી છે. ડુંગળીના ભાવ ઘટે તેવું સ્થાનિકો જરૂર ઇચ્છે છે.

ABOUT THE AUTHOR

...view details