મિત્રતા આ રીતે ન થાય, બસ આટલું જ સમજી જશો તો આવનારો મિત્રતાદિન તમારા માટે સફળ બની જશે. કોઈપણ સંબંધ બે વ્યક્તિની ઈચ્છાથી જ બંધાય છે. સુરતનો એક યુવક આ વાતને સમજી ન શક્યો. સેલ્સમેન તરીકે ફરજ બજાવતા અફઝલ મેમણે સોશિયલ મીડિયા પર એક યુવતી પાસે મિત્રતા કેળવવાની માંગણી કરી હતી. 12માં ધોરણની પરીક્ષા વખતે બંને વચ્ચે થોડો સંપર્ક થયો હતો.
યુવતીએ મિત્રતા કરવાની ના પાડી તો યુવકે સોશિયલ મીડિયામાં કરી બદનામ, યુવતીના ફેક ID બનાવી લોકો સાથે કરી બિભત્સ વાતચીત - ફેક એકાઉન્ટ
સુરતઃ મિત્રતાદિનના બે દિવસ પહેલાં જ મિત્રતાના સંબંધને લજવે તેવો કિસ્સો સામે આવ્યો છે. સોશિયલ મીડિયામાં એક યુવકે 22 વર્ષીય યુવતી સાથે મિત્રતાનો સંબંધ કેળવવાની માંગણી કરી હતી. યુવતીએ મિત્રતા માટે ના પાડતાં યુવકે તેના ફેક એકાઉન્ટ બનાવી ફોટા વાયરલ કરવા ઉપરાંત લોકો સાથે બિભત્સ વાતચીત કરી બદનામ કરવાનો પ્રયત્ન કર્યો છે. પોલીસે તેની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી છે.
બાદમાં યુવકે ફેસબુક અને ઈન્સ્ટાગ્રામ પર યુવતી પાસે મિત્રતાનો સંબંધ રાખવાની માંગણી કરતાં યુવતીએ ના પાડી હતી. જેથી અફઝલ મેમણે ફેસબુક અને ઈન્સ્ટાગ્રામ પર યુવતીના નામના ફેક એકાઉન્ટ બનાવ્યાં હતા. જેમાં યુવતીના ફોટા પણ અપલોડ કર્યા હતા. તેમજ યુવતીના નામે લોકોને મેસેજ કરી બિભત્સ વાતો કરતો હતો. જેની યુવતીને જાણ થતાં તેણે સાયબર ક્રાઈમમાં ફરિયાદ દાખલ કરાવી હતી. જેના આધારે પોલીસે અફઝલ મેમણની ધરપકડ કરી છે. અફઝલ ઉધના દરવાજા રિલાયન્સ મોલમાં પરફ્યુમની દુકાનમાં સેલ્સમેન છે. પોલીસે ઘટનામાં આ ઘટનામાં કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.