સુરતમાં 25 ગુનાને અંજામ આપી ચૂકેલા 4 આરોપીઓને પાંડેસરા પોલીસે ઝડપી પાડ્યા હતા. પોલીસે આરોપીઓ પાસેથી મોટર સાઈકલ, 17 મોબાઇલ ફોન, સોનાના દાગીના, બે છરા, રામપુરી ચપ્પુ સહિત 1.14 લાખ રૂપિયાનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. આરોપી ગુડ્ડુ ઉર્ફ ગુલાબ ખત્રી રામકરણ પાંડે, સુરજ ઉર્ફ ટીડ્ડી રમાશંકર વિશ્વકર્મા, વિક્રમ ઉર્ફ કાઉ રમેશ નાયક અને વિકાસ મોહનસિંગ રાજપુત વિરૂદ્ધ ગુનો નોંધી પોલીસે આગળ કાર્યવાહી હાથ ધરી હતી.
સુરતમાં ગુનાઓને અંજામ આપતી ગેંગના 4 સાગરીત ઝડપાયા, 25 ગુનાઓની કરી કબૂલાત
સુરત: શહેરના વિવિધ વિસ્તારમાં ચોરી, લૂંટ, ધાડ, ચેઈન સ્નેચીગ જેવા ગુનાઓ આચરતી ગેંગ ઝડપાઈ હતી. પોલીસે આરોપી વિરૂદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. પોલીસની કડક પૂછપરછમાં આરોપીઓએ 25 ગુનાઓની કબૂલાત કરી હતી.
મળતી માહિતી પ્રમાણે, પાંડેસરા વિસ્તારમાં છેલ્લા કેટલાય સમયથી લૂંટ,મોબાઈલ ચોરી અને ચેઈન સ્નેચિંગની ઘટનાઓમાં વધારો નોંધાયો હતો. જેથી સ્થાનિક પોલીસ તંત્ર દ્વારા પેટ્રોલીંગ વધારવામાં આવ્યું હતું. પેટ્રોલીંગ દરમિયાન સર્વલેન્સ ટીમને બાતમી મળી હતી કે, પાંડેસરા વિસ્તારમાં લૂંટ કરનાર લોકો બમરોલ રોડ પર આવેલી ચાની દુકાને ભેગા થયા છે., પોલીસે બાતમી આધારે ચા ની દુકાને ભેગા થયેલા ચાર લોકોની પકડી પાડ્યા હતા. આરોપીઓની પૂછપરછમાં અન્ય ગુનાઓનો પણ ભેદ ઉકેલાય તેમજ આ ગેંગના બીજા સભ્યોની પણ ધરપકડ થાય તેવી શક્યતા છે.