ગુજરાત

gujarat

ETV Bharat / state

સુરતમાં વીજળી વિભાગની બેદરકારી સામે આવી, પ્રિ-મોનસુનના દાવા પોકળ - school

સુરત: સરથાણાના તક્ષશિલા આર્કેડમાં લાગેલી આગની ઘટનાને એક મહિનો થયો નથી ત્યાં ફરી ડીજીવીસીએલ વીજ કંપનીની બેદરકારી સામે આવી છે. પુણા વિસ્તારની એલપીડી શાળાની બહારના વીજ પોલમાં શોર્ટ સર્કિટ થવાની સાથે તેમાં આગ લાગી હતી. પ્રિ-મોનસુન કામગીરીનો દાવો છતાં વીજ પોલમાં આગની ઘટના સર્જાઇ છે.

સુરતમાં ડીજીવીસીએલની બેદરકારી આવી સામે

By

Published : Jun 18, 2019, 9:44 PM IST

વરાછા વિસ્તારમાં આવેલા પુણા ગામમાં એલપીડી વિદ્યા સંકુલની બાજુમાં ડીજીવીસીએલના થાંભલામાંથી અચાનક તણખા ઝરવા લાગ્યાં હતાં. વરસાદ ચાલુ હતો અને તણખા ઝરવા છતાં ડીજીવીસીએલનો પાવર કટ ન થતાં લોકોમાં ભયનો માહોલ સર્જાયો હતો. 3 થી 4 મિનિટ સુધી તણખા ઝરવાની સાથે તેમાંં અરથીંગ થયા હોવાના અવાજ સંભળાતા આસપાસના લોકો એકઠા થયા હતા. અ સમગ્ર ઘટના સર્જાઇ ત્યારે શાળામાં વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા હતાં. ડીજીવીસીએલને મળેલી માહિતીના આધારે ફીડર બંધ કરી પાવરકાપ કરવાની સ્થિતિ સર્જાઇ હતી. સંજોગ અનુસાર મોટી દુર્ઘટના સર્જાઇ નથી. જોકે, ડીજીવીસીએલની બેદરકારીને લઈને લોકોમાં સવાલો ઉભા થયાં હતાં.

સુરતમાં ડીજીવીસીએલની બેદરકારી આવી સામે

ડેપ્યુટી એન્જિનિયર, પુણા ડીજીવીસીએલ કે.આઈ.પટેલે જણાવ્યું હતું કે,વરસાદી પાણી કે ભેજના કારણે શોર્ટ સર્કિટ થયો છે. 440 વોલ્ટની એલટી કેબલ પોલથી એપાર્ટમેન્ટ લાઈન જતી હતી. તેમાં આગ લાગી હતી, ઘટનાની જાણ થતાં જ ફીડરનો પાવર બંધ કરીને ટીમને મોકલી આપવામાં આવી હતી. સમગ્ર ઘટના પાછળ કેબલમાં ભેજ અથવા તો વરસાદી પાણી ઉતર્યું હોવાના કારણે આગ લાગી હોય તેવુ પ્રાથમિક તબક્કે કહી શકાય છે.

ABOUT THE AUTHOR

...view details