ગુજરાત

gujarat

ETV Bharat / state

સુરતમાં પારિવારીક કંકાસમાં પતિએ કરી પત્નીની હત્યા

સુરતઃ ઘરમાં પતિ અને પત્ની વચ્ચેના ઝઘડાએ ઉગ્ર સ્વરૂપ ધારણ કરતાં પતિએ પત્નિ પર ચાકુના ઘા ઝીંકી તેને મોતને ઘાટ ઉતારી દીધી હોવાની ઘટના સામે આવી છે. બાદમાં પતિએ પણ ઝેરી દવા પીને આપઘાતનો પ્રયાસ કર્યો હતો. પોલીસે ઘટના સ્થળે પહોંચી કાર્યવાહી હાથ ધરી છે.

hd

By

Published : Jun 27, 2019, 8:12 AM IST

લાલગેટ વિસ્તારમાં આવેલા મનહર એપાર્ટમેન્ટમાં સાહેબ અલી અને તેની પત્ની લિપ્પા પોતાના બે સંતાનો સાથે રહે છે. તેમના બંને પુત્રો ઘરની બહાર હોય તેવા સમયે પતિ-પત્ની વચ્ચે પારાવારિક બાબતે ઝગડો થયો હતો. આ ઝઘડાએ ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું હતુ. જેમાં ગુસ્સે થયેલા પતિએ ચાકુના ઘા પતિ પર ઝીંક્યા હતા.

સુરતમાં પારિવારીક કંકાસમાં પતિએ કરી પત્નીની હત્યા

જ્યાં પત્નિનું મોત થયું હતુ. બાદમાં પતિએ પણ ઝેરી દવા ગટગટાવીને આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. આ દરમિયાન પુત્ર સાગર ઘરે આવી પહોંચ્યો હતો, જ્યાં ઘરનું બારણું અંદરથી બંધ હતુ. બાદમાં તેણે આસપાસના સગા-સંબંધીઓને બોલાવતા બારણું તોડવામાં આવ્યું હતુ. જ્યાં ઘરે ઉપરના માળે એક તરફ માતાની લાશ અને પિતા ગંભીર હાલતમાં હોવાથી પુત્ર સહિત તમામ લોકો ચોંકી ઉઠ્યા હતા.

આ બાબતની જાણ પોલીસને કરવામાં આવતા ઉચ્ચ પોલીસ અધિકારીઓ ટીમ સાથે ઘટના સ્થળે દોડી આવ્યા હતા. જ્યાં તપાસ શરૂ કરી હતી. તેમજ સાહેબ અલીને સુરતની સ્મીમેર હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. જ્યારે પત્નિની લાશને પોસ્ટ મોર્ટમ અર્થે હોસ્પિટલ ખસેડાઈ હતી. પોલીસની પ્રાથમિક તપાસમાં કૌટુંબિક ઝગડામાં ભોગ લેવાયો હોવાનું જાણવા મળ્યું છે, પરંતુ પોલીસ નક્કર કારણ તપાસ કરવા માટે વધુ તપાસ કરી રહી છે.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details