ભણવા ઇચ્છે ત્યાં સુધી ખર્ચ ઉઠાવશે શાળા સુરત : આજે ધોરણ 12 સામાન્ય પ્રવાહની પરીક્ષાનું પરિણામ જાહેર થયું છે. જેમાં સુરતમાં આંગણવાડી કાર્યકર્તાની દીકરી અને બે વર્ષ પહેલા પિતાની છત્રછાયા ગુમાવનાર પટેલ નિકિશાએ 96.86 ટકા મેળવી લોકોને પ્રેરક ઉદાહરણ આપ્યું છે. પરિણામ જાહેર થયા બાદ નિકિશાના આંખોમાંથી અશ્રુ આવી ગયા હતા. નિકિશાની મહેનત જોઈ શાળાએ પણ જ્યાં સુધી તે ભણે ત્યાર સુધીનો ખર્ચ ઉઠાવવાનો નિર્ણય લીધો છે.
દીકરીની મહેનત રંગ લાવી: બે વર્ષ પહેલા કિડની રોગથી પીડાઈ રહેલા પિતાના મૃત્યુ બાદ પરિવારમાં માતા અને બે દીકરીઓ સંઘર્ષમય જીવન પસાર કરી રહ્યા હતા. પરિવારની સ્થિતિ જોઈ પટેલ નિકિશાએ નક્કી કર્યું કે ધોરણ 12ના પરિણામ માટે તે ખૂબ જ મહેનત કરશે અને જ્યારે આજે ધોરણ 12 સામાન્ય પ્રવાહની પરીક્ષાનું પરિણામ આવ્યું તો નિકિશાની મહેનત રંગ લાવી છે. સુરતની આશાદીપ શાળામાં ભણનાર નિકિતાએ ધોરણ 12 સામાન્ય પ્રવાહની પરીક્ષામાં 96.86 ટકા મેળવી અન્ય વિદ્યાર્થીઓ માટે એક ઉદાહરણ પૂરું પાડ્યું છે.
આ પરિણામ માટે ખૂબ જ મહેનત કરી હતી. આજે ખૂબ જ ખુશ છું 96.86% પરિણામ આવ્યું છે. હર્ષની લાગણી અનુભવી રહી છું. પિતા બે વર્ષ પહેલા અવસાન પામ્યા હતાં. માતાએ ખૂબ જ મહેનત કરી છે. પરિવારમાં હું અને મારી બેન તેમજ માતા રહીએ છીએ. શાળાએ પણ ખૂબ જ સપોર્ટ આપ્યો છે. માતાની મહેનતને લઈ જે પણ કહું તે ખૂબ જ ઓછું છે.તેઓએ ખૂબ જ મહેનત કરી છે. હું સીએ બનવા માંગુ છું...નિકિશા અશોકભાઇ પટેલ(વિદ્યાર્થિની)
માતાની પ્રતિક્રિયા : આંગણવાડીમાં કાર્યકર્તા નિકિશાની માતા વર્ષા અશોકકુમાર પટેલે જણાવ્યું હતું કે, હું આંગણવાડીમાં કાર્યકર્તા તરીકે ફરજ બજાવું છું અને આજે ખૂબ જ ગર્વ થઈ રહ્યો છે કે મારી દીકરીએ સારા માર્કસ મેળવ્યા છે. આ માટે તેણે ખૂબ જ મહેનત કરી હતી. તેના પરિણામ વિશે હું શબ્દોમાં વધારે કહી શકું એમ નથી. તેને ખૂબ જ મહેનત કરી હતી.
શાળાએ લીધો ખૂબ સરસ નિર્ણય: આશાદીપ શાળાના સંચાલક મહેશભાઈ રામાણીએ જણાવ્યું હતું કે, શાળા માટે ગર્વની વાત છે કે નિકીશાએ સારા પરિણામ હાંસલ કર્યા છે. જેથી અમે વિચાર્યું છે કે નિકિશા જ્યાંર સુધી ભણશે તેનો ખર્ચ શાળા ઉઠાવશે. સખત મહેનત તેણે કરી હતી. આજ કારણ છે કે તેને ખૂબ જ સારા માર્ક્સ મેળવ્યા છે.
- HSC Result 2023 : વડોદરા જિલ્લામાં કેટલાક વિદ્યાર્થીઓની મહેનત ફળી, ધો 12નું 67.19 ટકા પરિણામ
- GSEB HSC 12th Result 2023: ધોરણ 12 સામાન્ય પ્રવાહનું 73. 27 ટકા પરિણામ, આ રીતે જોઈ શકશો
- HSC Result 2023 : સુરતમાં સારા પરિણામ આવતા વિદ્યાર્થીઓએ સાફો બાંધી ઝૂમ્યા ગરબે