સરકાર "બેટી બચાઓ બેટી પઢાવો" ના સૂત્ર પર કાર્ય કરી રહી છે. ત્યારે સુરતમાં 23 જેટલી દીકરીઓ ભણવા માટે સૂત્રોચ્ચાર કરી રહી છે. સુરત જિલ્લા શિક્ષણધીકારી કચેરી ખાતે આંખોમાં અશ્રુ સાથે અનશન પર બેઠેલી દીકરીઓની અધિકારી અને સરકાર પાસે એક જ માંગ છે કે તેઓને ભણવા માટેની તક આપી અને શાળામાં પ્રવેશ આપવામાં આવે. વિદ્યાર્થીનીઓનો આરોપ છે કે તેઓએ પ્રાથમિક શાળામાં ધોરણ 7 સુધી અભ્યાસ કર્યો છે, પરંતુ નજીકના સુમન હાઈસ્કૂલના ધોરણ આઠમાં તેમને એડમિશન આપવામાં આવતું નથી. જ્યાં બીજી તરફ બહારના વિદ્યાર્થીઓને એડમિશન આપવામાં આવે છે, પરંતુ સરકારી શાળાના હોવા છતાં તેઓને એડમિશન આપવામાં આવી રહ્યું નથી.
શું આ રીતે ભણશે ગુજરાત ? જુઓ વીડિયો... - sur
સુરતઃ તંત્રના પાપે આજે ગુજરાતનીં જે દીકરીઓના આંખોમાં ઉજ્જવળ ભવિષ્યનું સપનું હોવું જોઈએ તે દીકરીઓની આંખોમાં આજે અશ્રુ થમી નથી રહ્યા. સુરત શિક્ષણધિકારી કચેરીની બહાર બેસી 23 જેટલી દીકરીઓ ‘બેટી બચાઓ, બેટી પઢાઓ’ સૂત્રોચ્ચાર કરી રહી છે. આ તમામ બાળકીઓને સરકારી સુમન હાઈસ્કૂલમાં એડમિશન નથી મળી રહ્યું.
શું આવી રીતે ભણશે ગુજરાત ?
આ તકે જિલ્લા શિક્ષણાધિકારીએ જણાવ્યું કે શાળાઓમાં પ્રવેશ ફૂલ થઈ જવાના કારણે વિધાર્થીનીઓને એડમિશન મળી શક્યું નથી. વિધાર્થીનિઓને કોઈ પણ અન્યાય ન થાય તે માટે શિક્ષણ વિભાગ કટિબંધ છે અને ઘટતું કરવા સંપૂર્ણ પ્રયાસ કરશે.