દક્ષિણ ગુજરાતમાં 24 કલાકમાં ભારે વરસાદની આગાહી
સુરત: દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાએ માજા મુકી છે. સુરતમાં વિવિધ વિસ્તારમાં વરસાદ વરસ્યો હતો. મેધમહરે થતા વાતાવરણમાં શીતલહેર પ્રસરી ગઇ હતી. જ્યારે વિયર કમ કોઝવેની સપાટી 6.50 મીટર પહોંચી હતી. જેનો માર્ગ પાણીમાં ગરકાવ જોવા મળ્યો હતો. હવામાન વિભાગે દક્ષિણ ગુજરાતમાં 24 કલાકમાં ભારે વરસાદની આગાહી કરી છે.
દક્ષિણ ગુજરાતમાં 24 કલાકમાં ભારે વરસાદની આગાહી
હવામાન વિભાગ દ્વારા દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાત સહિત સૌરાષ્ટ્રમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. મધ્ય પ્રદેશમાં ડિપ્રેશન સર્જાતા દક્ષિણ ગુજરાતમાં આગામી 24 કલાકમાં ભારે વરસાદની આગાહી વચ્ચે સુરતમાં બુધવાર વહેલી સવારથી વરસાદ યથાવત રહ્યો હતો. હળવાથી ભારે જાપટા વચ્ચે સુરતમાં વરસાદી માહોલ છેલ્લા કેટલાક સમયથી જોવા મળી રહ્યું છે.