સુરતના લાંચ રુશ્વત ખાતાએ છટકું ગોઠવી પાંડેસરા પોલીસ મથકમાં ફરજ બજાવતા હેડ કોન્સ્ટેબલ વિજય રાવલને 10 હજાર રૂપિયાની લાંચ લેતાં ઝડપી પાડયા હતા. હેડ કોન્સ્ટેબલે ફરિયાદી પાસે 25 હજાર રૂપિયાની લાંચ માંગી હતી. જેમાંથી 15 હજાર રૂપિયા ફરિયાદીએ તેને આપી પણ દીધા હતા. પરંતુ બાકી નીકળતા 10 હજાર રૂપિયાની રકમ માટે તે વારંવાર અપશબ્દોનો ઉપયોગ કરી ફરિયાદીને હેરાનગતિ કરતો હતો.
સુરતમાં પોલીસ કસ્ટડીમાં માર નહિ મારવા લાંચ લેનાર હેડ કોન્સ્ટેબલ ઝડપાયો
સુરત: આરોપીને કસ્ટડીમાં નહીં માર મારવા અને તેને સાથ સહકાર આપવા માટે સુરતના પાંડેસરા પોલીસ મથકમાં હેડ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતાં વિજય રાવલે 25 હજાર રૂપિયાની લાંચની માગણી કરી હતી. આરોપીએ પોતાના બચાવ માટે 15 હજાર જેટલી લાંચ આપી દીધી હતી. પરંતુ બાકી નીકળતી 10 હજારની રકમ માટે પોલીસ કોન્સ્ટેબલ વિજય દ્વારા દર વખતે હેરાનગતિ કરવામાં આવતી હતી. ત્યારે આરોપીએ કંટાળી ACBમાં ફરિયાદ કરી હતી. ત્યારે એન્ટી કરપ્શન બ્યુરોએ છટકું ગોઠવી હેડ કોન્સ્ટેબલને 10 હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપી પાડ્યા હતા.
જેથી કંટાળીને ફરિયાદીએ લાંચ રુશ્વત ખાતામાં ફરિયાદ નોંધાવી હતી. ફરીયાદીનો આરોપ છે કે, ઓગસ્ટ મહિનામાં એની ઉપર પાંડેસરા પોલીસ મથકમાં મારામારીની એક અરજી થઈ હતી. આ પ્રકરણમાં આરોપી વિજયે માર નહીં મારવા અને સહકાર આપે આ માટે તેની પાસે 25 હજાર રૂપિયાની લાંચ માંગવામાં આવી હતી તેણે 25 હજાર રૂપિયામાં થી 15 હજાર રૂપિયાની લાંચ આપી પણ દીધી હતી. આખરે 10 હજાર રૂપિયા માટે માથાકૂટ થતા તેને લાંચ રિશ્વત ખાતામાં ફરિયાદ નોંધી અને ત્યારબાદ છટકું ગોઠવી ACBએ હેડ કોન્સ્ટેબલને લાંચ લેતા રંગેહાથ ઝડપી પાડયા હતા.