ભારતમાં દિન-પ્રતિદિન ખરાબ થતી પર્યાવરણની સ્થિતિ માટે પ્લાસ્ટિક જવાબદાર છે, એટલે ભારતને પ્રદૂષણથી મુક્ત કરવા માટે સિંગલ યૂઝ પ્લાસ્ટિક સહિતની પહેલ કરવામાં આવી રહી છે. વડાપ્રધાન મોદીએ પણ લોકોને પ્લાસ્ટિકનો ઉપયોગ ન કરવા માટેની હાકલ કરી હતી. જેના પગલે પ્લાસ્ટિક મુક્ત ભારતની એક જ્યોત શુક્રવારે ગુરુકુળમાં પ્રગટાવવામાં હતી.
ગુરુકુળના વિદ્યાર્થીઓએ દેશભરમાં પ્લાસ્ટીક ફ્રી ઈન્ડિયાનો આપ્યો સંદેશ
સુરતઃ શહેરમાં શ્રી સ્વામીનારાયણ ગુરુકુળના વિદ્યાર્થીઓ અને શિક્ષકો દ્વારા પ્લાસ્ટિક મુક્ત ભારત બનાવવા માટે અનોખી પહેલ કરવામાં આવી હતી. ગુરુકુળના વિદ્યાર્થીઓએ માનવ કૃતિ બનાવી દેશભરમાં પ્લાસ્ટીક ફ્રી ઇન્ડિયાનો સંદેશ આપ્યો હતો. સુરત ખાતે આવેલા સ્વામિનારાયણ ગુરુકુળ વિદ્યાલયમાં સામાજિક પર્યાવરણીય અને સંસ્કૃતિના નવનીકરણની જરૂરિયાતને ધ્યાનમાં રાખી ગુરુકુલના મહંત ધર્મવલ્લભદાસજી સ્વામીની પ્રેરણા અને પ્રોત્સાહનથી આ માનવ કૃતિ બનવવામાં આવી હતી.
ગુરુકુળના વિદ્યાર્થીઓએ માનવ કૃતિ બનાવી દેશભરમાં પ્લાસ્ટીક ફ્રી ઈન્ડિયાનો સંદેશ આપ્યો
મેયર જગદીશ પટેલ અને શ્વેત સ્વામીના અધ્યક્ષસ્થાને ગુરુકુળ પરિસરમાં પ્લાસ્ટિક ફ્રી ઇન્ડિયાના સ્લોગન સાથે મેઘા ડ્રોઈંગ કોમ્પિટીશનનું આયોજન કરવામાં આવ્યુ હતુ. જેમાં 400 જેટલા વિદ્યાર્થીઓએ 25 મીટર બાય 27 મીટર માનવ આકૃતિ દ્વારા સમાજને ફ્રી પ્લાસ્ટિક ઇન્ડિયાનો સંદેશો પાઠવ્યો હતો અને ભારતને પ્લાસ્ટિક મુક્ત બનાવીને જ રહીશું એવી પ્રતિજ્ઞા સાથે સંકલ્પ કર્યો હતો.