ગુજરાત

gujarat

ETV Bharat / state

ઓવૈસી પર પથ્થરમારો, પ્રવકતાએ કહ્યું દેશ વિરોધીઓ કરે છે ટાર્ગેટ - bjp

ચૂંટણી પંચ દ્વારા ગુજરાત વિધાનસભાની ચૂંટણીની(Gujarat Assembly Elections) તારીખો જાહેર થઈ ચૂકી છે ત્યારે દરેક પાર્ટીઓ એક્શન મોડમાં આવી ગઈ છે. ત્યારે AIMIM(All India Majlis-E-Ittehadul Muslimeen) પ્રમુખ અસદુદ્દીન ઓવૈસી સુરતની મુલાકાતે છે. ઓવૈસી વંદે ભારત ટ્રેનમાં અમદાવાદથી સુરત મુસાફરી કરી રહ્યા હતા. ત્યારે ટ્રેન ઉપર પથ્થરમારો કરવામાં આવ્યો હતો.

વંદે ભારત ટ્રેનમાં મુસાફરી દરમિયાન ઓવૈસી પર હુમલો
વંદે ભારત ટ્રેનમાં મુસાફરી દરમિયાન ઓવૈસી પર હુમલો

By

Published : Nov 8, 2022, 11:46 AM IST

Updated : Nov 8, 2022, 7:20 PM IST

સુરત: ગુજરાત વિધાનસભાની ચૂંટણીની(Gujarat Assembly Elections) તારીખો જાહેર થઈ ચૂકી છે. સત્તાના મેદાનમાં જીત મેળવવા તમામ રાજકીય પાર્ટી એડીચોટીનું જોર લગાવી રહી છે. ત્યારે AIMIM(All India Majlis-E-Ittehadul Muslimeen) પ્રમુખ અસદુદ્દીન ઓવૈસી ગુજરાતની મુલાકાતે છે. ઓવૈસીએ સુરતના લિંંબાયત વિસ્તારમાં અબ્દુલ બશીર શેખને ઉમેદવાર તરીકે જાહેર કર્યા છે. જેના પ્રચાર-પ્રસાર માટે તેઓ સુરતની મુલાકાતે છે.

ઓવૈસી પર પથ્થરમારો

વારીસ પઠાણનો દાવો: AIMIM ના રાષ્ટ્રીય અધ્યક્ષ વારીસ પઠાણે દાવો કર્યો હતો કે અસદુદ્દીન ઓવૈસી વંદે ભારત ટ્રેનમાં અમદાવાદથી સુરત આવી રહ્યા હતા. ત્યારે ટ્રેન ઉપર પથ્થરમારો કરવામાં આવ્યો હતો. વસીમ પઠાણ જણાવ્યું કે "વડાપ્રધાન મોદીજી આ શું થઈ રહ્યું છે? વંદે ભારત ટ્રેનમાં કોઈક વખત કોઈ જાનવર આવી જાય છે તો ટ્રેન ઉપર પથ્થરમારો થાય છે. ટ્રેનમાં ઔવેસી જ્યાં બેઠા હતા તે બારીને ટાર્ગેટ કરવામાં આવી. કોઈ અજાણ્યા વ્યક્તિ દ્વારા 15 સેકન્ડની અંદર બે પથ્થર ફેંકવામાં આવ્યા. મોદીજી તમે પથ્થર મારો પરંતુ અમે અમારી હકની લડાઈ ક્યારે અટકશે નહી. ઓવૈસી ઉપર દેશના કેટલાક અસામાજિક તાકાતોએ હુમલો કર્યો છે. પરંતુ અમે બધા એમની સાથે ઊભા છીએ."

FGDFG
Last Updated : Nov 8, 2022, 7:20 PM IST

ABOUT THE AUTHOR

...view details