ગુજરાત

gujarat

ETV Bharat / state

હીરા ઉદ્યોગને બચાવવા માટે રત્નદીપ યોજનાની સરકાર દ્વારા જાહેરાત કરવાની અમિત ચાવડાએ માગણી કરી

કોંગ્રેસ પ્રદેશ નેતા અમિત ચાવડાએ સુરતના રત્ન કલાકારો જોડે સંવાદ કર્યોં છે. અમિત ચાવડાએ નિવેદન આપ્યું છે કે સરકાર હીરા ઉદ્યોગને બચાવવા માટે રત્નદીપ યોજનાની જાહેરાત કરે તેવી અમારી માંગ છે.

સરકાર હીરા ઉદ્યોગને બચાવવા માટે રત્નદીપ યોજનાની જાહેરાત કરે : અમિત ચાવડા
સરકાર હીરા ઉદ્યોગને બચાવવા માટે રત્નદીપ યોજનાની જાહેરાત કરે : અમિત ચાવડા

By ETV Bharat Gujarati Team

Published : Oct 14, 2023, 3:07 PM IST

રત્ન કલાકારો જોડે સંવાદ કર્યોં

સુરત : સુરતમાં રત્ન કલાકારો સાથે સંવાદ દરમિયાન કોંગ્રેસ નેતા અમિત ચાવડાએ તેઓની સમસ્યાઓ અને માગણીઓ વિશે ચર્ચા કરી હતી. જે બાદ તેમણે માગણી કરી હતી કે સરકાર હીરા ઉદ્યોગને બચાવવા માટે રત્નદીપ યોજનાની જાહેરાત કરે.

આર્થિક સમસ્યાનો સામનો : અમિત ચાવડાએ કહ્યું કે સુરતનો હીરા ઉદ્યોગ વિશ્વમાં એક આગવી ઓળખ મેળવી ચૂક્યું છે. લાખો લોકોને રોજગારી પુરી પાડે છે. કેન્દ્ર અને રાજ્ય સરકારને મોટું હૂંડિયામણ રળી આપે છે. રશિયા સને યુક્રેન ના યુદ્ધના કારણે સુરતના હીરા ઉદ્યોગને આર્થિક નુકશાન થઇ રહ્યું છે. વેપારીઓની સાથે રત્ન કલાકારોને આર્થિક સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે. નબળી પરિસ્થિતિના કારણે 30 લોકોએ આત્મહત્યા કરવી પડી છે. 20 લાખ કરતા વધુ રત્ન કલાકારો હીરા ઉદ્યોગ સાથે જોડાયેલા છે.

સરકાર આર્થિક પેકેજ જાહેર કરે : જે સ્થિતિનું નિર્માણ થયું છે તેના કારણે કામના કલાકો પર કાપ મુકવામાં આવ્યો છે. અત્યારથી વેકેશન જાહેર કરી દેવામાં આવ્યું છે. ક્યારે યુનિટ શરૂ થશે તેનો કોઈ સમય નિશ્ચિત નથી. રત્નકલાકારોના આગેવાનોને આજે મને મળી રજૂઆાત કરી છે. સુરતમાં 30થી વધુ રત્ન કલાકારોએ આત્મહત્યા કરી છે. ત્યારે સરકારે ચિંતા વ્યક્ત કરી આર્થિક પેકેજની જાહેરાત કરવી જોઈએ. રત્ન કલાકારો માટે સરકાર આર્થિક પેકેજ જાહેર કરે તેવી માગણી કરીએ છે.

વૈશ્વિક મંદીના સમયે રત્નદીપ યોજના શરૂ કરવામાં આવી હતી. જે યોજના ફરી શરૂ કરી આર્થિક પેકેજ જાહેર કરે તેવી માંગ છે. રત્ન કલાકારો આર્થિક સંકડામણના કારણે આત્મહત્યા કરી છે, તેવા પરિવારોને કેન્દ્ર અને રાજ્ય સરકાર આર્થિક પેકેજ જાહેર કરે રત્ન કલાકારો પાસે લેવામાં આવતો વ્યવસાયવેરો ગેરકાયદે લેવામાં આવી રહ્યો છે. સરકાર પાસે માગણી કરીએ છે કે રત્ન કલાકારો પાસે વસુલવામાં આવતો વ્યવસાય વેરો રદ કરવામાં આવે અન્યથા આવનારા દિવસોમાં આ અંગે કોંગ્રેસ લડત ચલાવશે. રત્ન કલાકારોને કાયદા મુજબ લાભો મળવા જોઈએ. કેટલીક કંપનીઓ દ્વારા કાયદાનું ઉલઘન કરવામાં આવે છે. ફેક્ટરી એકટ હેઠળ થતાં કાયદાઓનું ઉલ્લાઘન બદલ કાર્યવાહી થાય તેવી માગ છે. "રત્ન કલાકાર કલ્યાણ બોર્ડ બનાવવામાં આવે તેવી માગ યુનિયનની છે. જે માંગ અમે સરકાર સુધી પહોચાડીશું. જરૂર પડ્યે આ પ્રશ્ન ને લઈ રસ્તા પર ઉતરી જન આંદોલન કરવામાં આવશે...અમિત ચાવડા (પ્રદેશ કોંગ્રેસ નેતા)

રત્નકલાકાર કલ્યાણ બોર્ડ બનાવવામાં આવે : વધુમાં તેમણે જણાવ્યુંકે, સુરત હીરા ઉદ્યોગ માટે ભારત જ નહીં પરંતુ આખા વિશ્વમાં પ્રખ્યાત છે. અને ગુજરાતનું હીરા ઉદ્યોગ દેશની આર્થિક પ્રગતિમાં ખૂબ મોટો ફાળો છે. એવા સંજોગોમાં આખા વિશ્વમાં જે પરિસ્થિતિ નિર્માણ થયું છે. તેનું આર્થિક મંદીનો ભોગ આ હીરા ઉદ્યોગના રત્ન કલાકારો બની રહ્યા છે. એને કારણે ઉદ્યોગકારો આર્થિક નુકસાની તો ભોગવી રહ્યા છે પરંતુ તેમની સાથે ખરાબ પરિસ્થિતિ રત્ન કલાકારોની છે. 20 લાખ કરતા વધારે રત્ન કલાકારોની હોય રત્ન કલાકારો પોતાનું ઘર કેવી રીતે ચલાવે તે મુશ્કેલ છે. ત્યારે રત્ન કલાકારોનું યુનિન અમારી પાસે રજૂઆત લઈને આવ્યા છે કે, સરકારને અમે વારંવાર આ બાબતે રજૂઆત કરી છે પરંતુ સરકાર અમારી વાત સાંભળતી નથી. સરકાર દ્વારા કાયમી નિરાકરણ આવે તેની માટે રત્નકલાકાર કલ્યાણ બોર્ડ બનાવવામાં આવે તેવી માગ છે.

વિપક્ષ તરીકે મુદ્દો ઉઠાવી રહ્યાં છે :અમિત ચાવડાએ વધુમાં જણાવ્યુંકે, તો એક વિપક્ષ તરીકે અમે તેમની વાતને ઉજાગર કરી રહ્યા છીએ. હીરા ઉદ્યોગને આર્થિક મંદીમાંથી બચાવવા માટે સરકાર દ્વારા રાહત પેકેજ આપવામાં આવે. ડબલ એન્જિનની સરકાર છે, દિલ્હીમાં પણ વડાપ્રધાન આપણા ગુજરાતી છે. તો તાત્કાલિક ધોરણે બંને સરકાર મળીને આ ઉદ્યોગને બચાવવા માટે રાહત પેકેજ જાહેર કરે. જે 20 લાખ કારીગરો પોતાનું ઘર ચલાવવું મુશ્કેલી પડી રહી છે તેઓ આત્મહત્યા કરી રહ્યા છે. એના માટે સરકાર દ્વારા "રત્નદીપ યોજના" ની જાહેરાત કરી પરિવારને પણ સરકાર સહાય આપે તેમાં ખાસ કરીને મહાનગરપાલિકા દ્વારા રત્ન કલાકારો પાસેથી પણ વ્યવસાય વેરો વસૂલવામાં આવી રહ્યો છે. તેને કોઈપણ સંજોગોમાં ચલાવવામાં આવશે નહીં. અને સરકાર દ્વારા કાયમી નિરાકરણ લાવવામાં આવે.

  1. Gandhinagar News : આ માનવસર્જિત પૂર હતું, પૂર સહાયમાં સરકારે મજાક કરી- શક્તિસિંહ ગોહિલ
  2. Gandhinagar News: રાજ્ય સરકારે અદાણીને 3900 કરોડ એડવાન્સમાં કેમ ચૂકવ્યા? અમિત ચાવડાનો સરકારને વેધક સવાલ
  3. Congress Janmanch: 8000 વિઘા જમીનો ટ્રસ્ટના નામેથી મળતીયાઓને આપવાનું ષડયંત્ર રચાયું છેઃ અમિત ચાવડા

ABOUT THE AUTHOR

...view details