સુરતઃ ગુજરાત પ્રદેશ પ્રમુખ બન્યા બાદ સી.આર. પાટીલે પ્રથમવાર સુરત જિલ્લાની મુલાકાત લીધી હતી. આ પહેલા તેઓ સૌરાષ્ટ્રના પ્રવાસે ગયા હતા.
પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલનું સુરતમાં અભિવાદન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ તેઓ સરદાર મ્યુઝિયમમાં પહોંચ્યા હતા અને સરદાર સાહેબને નમન કર્યા બાદ ઢોલ-નગારા સાથે પ્રદેશ પ્રમુખ સરદાર ટાઉન ખાતે પગપાળા નિકળ્યા હતા.
સરદાર ટાઉનમાં પ્રદેશ પ્રમુખ સાથે પ્રદેશ મહામંત્રી ભરતસિંહ પરમાર, કેબિનેટ પ્રધાન ગણપત વસાવા અને ઈશ્વર પરમાર, જિલ્લા ભાજપ પ્રમુખ દિલીપસિંહ રાઠોડ, ધારાસભ્યો અને તાલુકા સંગઠનના તમામ હોદ્દેદારો જોડાયા હતા. પ્રદેશ પ્રમુખે બારડોલી સરદાર મ્યુઝિયમ ખાતે વૃક્ષારોપણ કરી 16,000 વૃક્ષો વાવવાનું નિર્દેશન આપ્યું હતું.
ભાજપના પ્રદેશ પ્રમુખ પાટીલ સુરતના પ્રવાસે
સીઆર પાટીલના સૌરાષ્ટ્રના પ્રવાસ પર એક નજર...
વાંચોઃભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલનો 19 ઓગસ્ટથી સૌરાષ્ટ્રનો ચાર દિવસીય સંગઠનાત્મક પ્રવાસ
- આગામી સમયમાં ગુજરાત વિધાનસભાની પેટા ચૂંટણી આવી રહી છે અને સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ પણ આવી રહી છે. ત્યારે ભારતીય જનતા પાર્ટી દ્વારા નવું સંગઠન માળખું જાહેર થાય તેવી શક્યતાઓ છે. ત્યારે ભાજપ પ્રદેશ પ્રમુખ સી. આર. પાટીલ 19 ઓગસ્ટથી ચાર દિવસીય સૌરાષ્ટ્રની મુલાકાતે જઇ રહ્યા છે. જ્યાં તેઓ ભાજપના હોદ્દેદારો અને કાર્યકરોને મળશે.
સરદાર પટેલ ટાઉનહોલમાં સંબોધન કરતી વેળાએ પ્રદેશ પ્રમુખે વિધાનસભાની તમામ 182 બેઠકો જીતવાનો નિશ્ચય કર્યો હતો. સાથે-સાથે કાર્યકરોને પણ આહવાન કર્યું હતું કે, વિધાનસભાની તમામ 182 બેઠકો જીતવાની પ્રતિજ્ઞા લેવડાવી કાર્ય કરવા જણાવ્યું હતું. આ ઉપરાંત 182 બેઠકો જીતવા માટેની તમામ રણનીતિઓ ઘડી કાઢી તેના પર જેમ બને તેમ જલ્દી અમલ કરવા જણાવ્યું હતું.
કાર્યક્રમના અંતમાં પ્રદેશ પ્રમુખે સરકારની તમામ યોજનાની જાણકારી લઇ તેની યોજનાઓનો લાભ લેવા જણાવ્યું હતું.