સુરતગુજરાત વિધાનસભાની ચૂંટણી (Gujarat Assembly Elections 2022) પહેલા તમામ રાજકીય પક્ષો પોતપોતાના ઉમેદવારોની યાદી જાહેર કરી રહી છે. ત્યારે ભાજપે પણસુરતમાં 157 માંડવી વિધાનસભા બેઠક પરથી ભાજપે કુંવરજી હળપતિને ટિકીટ આપી છે. તો ચૂંટણી પહેલા પહેલા અમે તમને સુરત જીલ્લાની માંડવી વિધાનસભા બેઠકના (Mandavi Assembly Seat) રાજકીય મિજાજ કેવો છે તેના વિશે જણાવીશું. આ વિધાનસભા બેઠકનો ભૂતકાળ અને વર્તમાન કાળની વિગત મતદારોને તેમના માટે એક યોગ્ય પક્ષ અને ઉમેદવાર પસંદ કરવામાં મદદ કરી શકે છે. તો ચાલો નજર કરીએ આ બેઠકના રાજકીય રસાકસી પર.
કૉંગ્રેસના ગઢ માંડવી બેઠક પર ગાબડું પાડવા ભાજપે કુંવરજી હળપતિને ઉતાર્યા મેદાને - IN SURAT KUNVARJI HALPATI
સુરતની માંડવી વિધાનસભા બેઠક પરથી (Mandavi Assembly Seat) ભાજપે કુંવરજી હળપતિને (Kunvarji Halpati BJP Candidate) ટિકીટ આપી છે. તેને લઈને તેમના સમર્થકોમાં ખુશીનો માહોલ જોવા (Gujarat Assembly Elections 2022) મળ્યો હતો. સાથે જ કુંવરજી હળપતિએ ભાજપ જંગી બહુમતી સાથે જીતશે તેવો વિશ્વાસ વ્યક્ત (IN SURAT KUNVARJI HALPATI) કર્યો હતો.
સતત 2 ટર્મથી છે કૉંગ્રેસની સત્તાસુરત જિલ્લાની માંડવી વિધાનસભા બેઠકને (Mandavi Assembly Seat) કૉંગ્રેસનો ગઢ માનવામાં આવે છે. કારણે કે, 2012થી અહીં કૉંગ્રેસે પોતાના મૂળ મજબૂત કરી લીધા છે. વર્ષ 2017માં અહીં આનંદ ચૌધરીએ જંગી મતો સાથે ભાજપના ઉમેદવાર મેરજીભાઈ ચૌધરીને હરાવીને આ બેઠક જીતી હતી. ત્યારબાદ ભાજપ તરફથી 157 માંડવી વિધાનસભા પર કુંવરજી હળપતિને ટિકીટ આપતાની સાથે કૉંગ્રેસ અને આપની મુશ્કેલીઓ (IN SURAT KUNVARJI HALPATI) વધી છે.
સમર્થકોમાં ઉત્સાહETV Bharat સાથેની વાતચીતમાં ભાજપના ઉમેદવાર કુંવરજી હળપતિએ જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. તે દરમિયાન તેમના સમર્થકોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો.