- કાપડ અને ગારમેન્ટ ઉપર વધેલા GST ટેકસ રેટને પાછો ખેંચવા રજૂઆત
- GST કારણે માલ ઉપર 21 ટકા સુધીનો ભાવવધારો આવવાની સંભાવના
- દેશના 28 રાજ્યોના મુખ્યપ્રધાન, નાણાં પ્રધાન અને નાણાં સચિવોને રજૂઆત
સુરત:કાપડ અને ગારમેન્ટઉપર વધેલાGST ટેકસ રેટને પાછો ખેંચવા(Increased GST tax on textiles and garments) ચેમ્બર તથા ફિઆસ્વી દ્વારા દેશના 28 રાજ્યોના મુખ્યપ્રધાન, નાણાં પ્રધાન અને નાણાં સચિવોને પત્ર લખી કરાવામાં આવી છે. ફિઆસ્વીએ જણાવ્યું છે કે GST વધવાના કારણે (Increased GST tax on textiles and garments)ગેરરીતિ અને ટેક્સ ચોરી વધશે. રોજગારીની સમસ્યા ઉભી થશે સાથે ચીન વિયતનામ, બાંગ્લાદેશન માધ્યમથી ભારતમાં કાપડ મોકલશે જેના કારણે સ્થાનિક વેપારીઓ ટકી શકશે નહીં.
GST ટેકસ રેટને પાછો ખેંચવા માટે રજૂઆત કરવામાં આવી
ટેકસટાઇલ ઉદ્યોગનો વિકાસ રૂંધાઈ જવાનું જોખમ ઉભું થયું હોવાને કારણે GST કાઉન્સીલમાં ગૃપ ઓફ મિનિસ્ટર્સના( Group of Ministers in the GST Council )તમામ સભ્યોને ચેમ્બર અને ફિઆસ્વી (Chamber of Commerce and Fiasvi)દ્વારા સંયુકતપણે રજૂઆતો કરી તેની આડઅસરો વિશે સમજાવવામાં આવ્યું છે.ચેમ્બર તથા ફિઆસ્વી દ્વારા સંયુકતપણે ભારતના 28 જેટલા રાજ્યોના મુખ્યપ્રધાન, નાણાં પ્રધાન અને નાણાં સચિવોને પત્ર દ્વારા ટેકસટાઇલ વેલ્યુ ચેઇનમાં કાપડ અને ગારમેન્ટ ઉપર વધારેલા GST ટેકસ રેટને પાછો ખેંચવા માટે રજૂઆત કરવામાં આવી છે.
સરકારના આ પરિપત્રને પાછો લેવા માટે વિનંતિ
ફિઆસ્વી ચેરમેન ભરત ગાંધીએ જણાવ્યું હતું કે, ભારત સરકાર દ્વારા પરિપત્ર બહાર પાડી ટેકસટાઇલ ક્ષેત્રના GST ટેકસ રેટમાં ફેરફાર કરાયો છે. જેમાં કાપડ અને ગારમેન્ટ ઉપર પહેલા જીએસટી ટેકસ રેટ 5 ટકા હતો, તેને વધારીને 12 ટકા કરવામાં આવ્યો છે. આ નવા પરિપત્રને કારણે ટેકસટાઇલ ઉદ્યોગનો વિકાસ રૂંધાઈ જવાનું જોખમ ઉભું થયું હોવાને કારણે GST કાઉન્સીલમાં ગૃપ ઓફ મિનિસ્ટર્સના તમામ સભ્યોને ચેમ્બર અને ફિઆસ્વી દ્વારા સંયુકતપણે રજૂઆતો કરી તેની આડઅસરો વિશે સમજાવવામાં આવ્યું છે. સાથે જ કેન્દ્ર સરકારના આ પરિપત્રને પાછો લેવા માટે વિનંતિ કરવામાં આવી છે.
બીજા નંબરનું સૌથી વધુ રોજગારી આપતું ક્ષેત્ર
રજૂઆતોના મુદ્દાઓમાં મુખ્યત્વે જણાવવામાં આવ્યું છે કે, આ જીએસટી ટેકસ વધારાની અસર સૌથી વધુ પાવર લુમ સેકટર ઉપર પડવાની સંભાવના છે અને સાથે સાથે આ ક્ષેત્ર કે જે ભારતમાં બીજા નંબરનું સૌથી વધુ રોજગારી( India is a global textile sector )આપતું ક્ષેત્ર છે. આશરે 14 કરોડ લોકોને સીધી કે આડકતરી રોજગારી આપતું આ ક્ષેત્ર કે જેમાં 70 ટકાથી પણ વધુ લોકો ગ્રામિણ અર્થ વ્યવસ્થાનો આધાર હોવાથી આ GST ટેકસ માળખામાં બદલાવવાને કારણે ભારતની 40 કરોડ જેટલી વસતિ પ્રભાવિત થવાની સંભાવના છે.