સુરત :સમાજવાદી પાર્ટીના એમએસસી અને પર્ફ્યુમના વેપારી પુષ્પરાજ જૈનને ત્યાંGSTની ટીમે માત્ર( team of GST team searched for perfume trader Pushparaj Jain) યુપીમાં જ નહિ પરંતુ કાનપુર, કનોજ, બોમ્બે , સુરત સહિત આઠ જગ્યાઓમાં સર્ચ કરી રહી છે. પુષ્પરાજ જૈનનો સુરતના સચિન ખાતે આવેલા સ્પેશિયલ ઇકોનોમિક ઝોનમાં પર્ફ્યુમ એક્સપોર્ટની યુનિટ આવેલ છે. પ્લોટ નંબર 64-65 માં આવેલી સવાઈ ફ્રેગરન્સ યુનિટની તપાસ GSTની એક ટીમ (GST department raids in Surat)કરી રહી છે.
GSTની ટીમે દરોડા પાડી તપાસ હાથ ધરી
સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અખિલેશ યાદવ નવેમ્બરે સમાજવાદી( Samajwadi Party Dread )પરફ્યુમ લોન્ચ કર્યું હતું. પર્ફ્યુમ બિઝનેસમેન પુષ્પરાજ જૈન અને અન્ય એક પરફ્યુમ તીપર કરચોરીની માહિતીના આધારેGSTની ટીમે દરોડા પાડી તપાસ હાથ ધરી છે. GSTની વિજિલન્સ ટીમ કાનપુર, કૌનોજ, બોમ્બે, સુરત, તમિલનાડુના ડીંડીગુલ સહિત આઠ જગ્યા માં સર્ચ કરી રહી છે. પુષ્પરાજ ની સુરત ખાતે આવેલ સચિન ઇકોનોમિક ઝોનમાં પરફ્યુમ અને નેચરલ પ્રોડકટ ની યુનિટ છે. અહીં કરોડો રૂપિયાના પર્ફ્યુમ એક્સપોર્ટ કરવામાં આવે છે, આ સ્પેશિયલ ઇકોનોમિક ઝોન છે જ્યાં મોટાભાગે ડાયમંડ જ્વેલરી સહિતના મોટા ઉદ્યોગોની યુનિટ આવેલ છે.
રોઝ ઓઇલ, કેવડા ઓઇલ જેવી અનેક નેચરલ પ્રોડક્ટ બનાવે છે
પુષ્પરાજ જૈમીની સચિન સ્પેશિયલ ઇકોનોમિક ઝોનના પ્લોટ નંબર 64-65 માં સવાઈ ફ્રેગરન્સ નામની યુનિટ છે આ કંપની પર્ફ્યુમ હેલ્થ અને બ્યુટી પ્રોડક્ટ બનાવે છે સમાજવાદી ઇત્ર બનાવનાર પુષ્પરાજ ની આ કંપની રોઝ ઓઇલ, કેવડા ઓઇલ જેવી અનેક નેચરલ પ્રોડક્ટ બનાવે છે ગુજરાતની વાત કરવામાં આવે તો સ્પોર્ટ સચિનના સ્પેશિયલ ઇકોનોમિક ઝોન ખાતે થાય છે જ્યારે આ કંપનીનો પ્લાન્ટ સિલવાસા ખાતે આવેલ છે કંપનીના ફાઉન્ડર પુષ્પરાજ જૈન છે જ્યારે ચેરમેન પ્રભાત જૈન અને અન્ય એક ફાઉન્ડર અતુલ જૈન છે.