સુરતમાં GST વિભાગના દરોડા બાદ બોગસ બિલીંગ કૌભાંડ પકડાયું, અનેક મોટા નામ હોવાની શક્યતા - Gujarat
સુરત: જિલ્લામાં બોગસ બિલીંગ કૌભાંડ કપડવા માટે GST વિભાગના અધિકારીઓએ અલગ અલગ જગ્યા પર દરોડા પાડયા હતા. આ ટીમે શહેરના અલગ અલગ વિસ્તારમાં જઈ તપાસ હાથ ધરી હતી.
ફાઇલ ફોટો
મળતી માહીતી મુજબ સુરતમાં બોગસ બિલીંગ ચાલી રહ્યું હોવાની માહીતી GST વિભાગને મળી હતી .જેને લઈને GST વિભાગના અધિકારીઓએ વિવિધ સ્થાન પર જઈ ટીમ બનાવી તાપસ કરી હતી. GST વિભાગના દરોડાને પગલે વેપારીઓમાં ફફડાટ ફેલાયો હતો.જો કે આ કૌભાંડમાં અનેક મોટા નામો પણ બહાર આવવાની શક્યતા રહેલી છે.