ગુજરાત

gujarat

ETV Bharat / state

Grandparents life partner selection fair Surat: સુરત ખાતે અનુબંધ ફાઉન્ડેશન દ્વારા દાદા-દાદી પસંદગી મેળાનું આયોજન - Annexure Foundation

આધુનિક યુગમાં (Modern Yug) લોકો પોત-પોતાના વ્યકિતગત જીવનમાં કે પછી મોબાઇલ, લેપટોપમાં એટલા ખોવાય જાચ છે કે, આસપાસના કે આપણા પરિવારના સભ્યો શું કરે છે, એ પણ ખ્યાલ રહેતો નથી. ખાસ કરીને આપણા દાદા, દાદી ઉંમરના લોકો ખુબ એકલતા અનુભવે છે, ત્યારે અમદાવાદાના અનુબંધ ફાઉન્ડેશન (Anubandh Foundation Ahmedabad) દ્વારા "દાદા દાદી જીવન સાથી પસંદગી મેળાનું" (Grandparents life partner selection fair) આયોજન કરવામાં આવ્યું હતું.

Grandparents life partner selection fair Surat: સુરત ખાતે અનુબંધ ફાઉન્ડેશન દ્વારા દાદા-દાદી પસંદગી મેળાનું આયોજન
Grandparents life partner selection fair Surat: સુરત ખાતે અનુબંધ ફાઉન્ડેશન દ્વારા દાદા-દાદી પસંદગી મેળાનું આયોજન

By

Published : Dec 20, 2021, 5:24 PM IST

સુરત:આધુનિક યુગમાં લોકો પોત-પોતાના વ્યકિતગત જીવનમાં કે પછી મોબાઇલ, લેપટોપમાં એટલા ખોવાય જાચ છે કે, આસપાસના કે આપણા પરિવારના સભ્યો શું કરે છે, એ પણ આપણને ખ્યાલ રહેતો નથી. ખાસ કરીને આપણા દાદા, દાદી ઉંમરના લોકો ખુબ એકલતા અનુભવે છે. તેમનું આ એકલપણું દુર કરવા માટે અમદાવાદના અનુબંધ ફાઉન્ડેશન (Anubandh Foundation Ahmedabad) દ્વારા દાદા-દાદી જીવન સાથી પસંદગી મેળાનું (Grandparents life partner selection fair) આયોજન કરવામાં આવ્યું હતું.

પસંદગી મેળામાં 200 દાદા અને 75 જેટલી દાદીઓએ ભાગ લીધો

જીવન સાથી પસંદગી મેળા તો અનેક યોજાય છે. તેમાં અનેક યુગલો એક મેકના તાંતણે બંધાય છે. ઘરના વડીલોની મરજી થી એક બીજાનો સંબંધ બાંધવામાં આવે છે, પણ વાત વડીલોની કરવામાં આવે તો આ ભાગદોડ ભરી જીંદગીમાં દાદા-દાદી ઉંમરના લોકો એકદમ એકલા પડી ગયાં છે. હાલ લોકો પાસે આ ડિજિટલ ટેકનોલોજીના(Digital technology) સમયમાં બેસવા માટે પણ ટાઈમ નથી. આ માટે સુરત ખાતે સૂર્યકિરણ સોસાયટીમાં (Suryakiran Society Surat) "દાદા દાદી જીવન સાથી પસંદગી મેળાનું" આયોજન કરવામાં આવ્યું હતું, જેથી ઘરમાં રહેલા એકલા દાદા કે દાદી ને સહારો મળી જાય. આ પસંદગી મેળામાં 200 દાદા અને 75 જેટલી દાદીઓએ ભાગ લીધો હતો. આ સમગ્ર કાર્યક્રમનું આયોજન અમદાવાદના 'અનુબંધ ફાઉન્ડેશન' (Annexure Foundation) દ્વારા કરવામાં આવ્યું હતું.

વડીલો ઘરમાં ખુબ જ એકલતા અનુભવી રહ્યા છે

અનુબંધ ફાઉન્ડેશનના નટુ ભાઈએ જણાવ્યું હતું કે, આ કાર્યક્રમમાં મોટાભાગના વડીલોએ પોતાની વેદના મંચ પર આવીને વ્યક્ત કરી હતી, જેમાં સૌથી વધારે કોઈ મુશ્કેલી હતી એ એકલતાની હતી. વડીલો ઘરમાં ખુબ જ એકલતા અનુભવી રહ્યા છે. કેટલાક પુરુષો કે મહિલા વયોવૃધ્ધ હોવા છતાં પણ આર્થિક રીતે સક્ષમ હોય છે, પરંતુ પતિ અથવા પત્નીનો સાથ ગુમાવી ચૂકેલા હોય છે. જેના કારણે તેઓ જીવનમાં એકલતા અનુભવી રહ્યાં હોય છે. તેમને મદદરૂપ થવાના ધ્યેયથી આ મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું.

કોરોનાને કારણે માત્ર 300 લોકોને જ બોલાવવામાં આવ્યા હતા

આ મેળામાં રજિસ્ટ્રેશન કરાવીને પોતાના જીવનસાથીને શોધવા અહીં આવ્યા હતા. જીવનસાથી પસંદગી મેળામાં કુલ 1 હજારથી વધુ જેટલા દાદા-દાદીઓએ રજિસ્ટ્રેશન કરાવ્યું હતું, પરંતુ કોરોનાને કારણે માત્ર 300 લોકોને જ બોલાવવામાં આવ્યા હતા. જેમાં 200 દાદા અને 75 દાદીઓ જીવનસાથી પસંદગી મેળામાં જોડાયા હતા.

દાદા-દાદી પસંદગી મેળામાં શિક્ષકથી લઇ ડોક્ટર, એન્જિનિયરો સામેલ

આ મેળામાં સુરત, હૈદરાબાદ, કલકતા, ચેન્નાઇ, મુંબઈ સહિતના શહેરોમાંથી રિટાયર્ડ ઓફિસર, બિઝનેસમેન, સરકારી અને પ્રાઇવેટ કંપનીના કર્મચારીઓ આ સંમેલનમાં જોડાયા હતા. 50 ટકાથી વધુ લોકોએ કોરોનામાં જીવનસાથીને ગુમાવ્યા હોય તેવા લોકો પણ આ સમંલેનમાં આવ્યા હતા. 51 થી 75 વયના કુંવારા, ડિવોર્સી, વિધવા-વિધુર સ્ત્રીઓ માટે તેમજ ધર્મજ્ઞાતિના ભેદભાવ વિના નિઃશુલ્ક દાદા-દાદી માટે જીવનસાથી પરિચય સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પસંદગી મેળામાં દોઢ લાખથી સાડા ત્રણ લાખની માસિક આવક ધરાવતા લોકો પણ સામેલ થયા હતા. આ સાથે ડોક્ટર, એન્જિનિયર, કસ્ટમ સેલ્સ અધિકારી, વેપારી, શિક્ષક અને 25 વીઘા જમીન ધરાવતા ખેડૂતો સહિત દોઢ લાખની આવક ધરાવતા ફોટોગ્રાફરસ પણ આ પસંદગી મેળામાં સામેલ થયા હતા.

આ પણ વાંચો:ભરૂચના 250 વર્ષ જૂના મેઘરાજાના મેળાને લાગ્યું કોરોનાનું ગ્રહણ

પંડિત દિનદયાળ ઉપાધ્યાયની જયંતી નિમિત્તે CM યોગી આદિત્યનાથ આજે ગોરખપુરથી ગરીબ કલ્યાણ મેળાનો પ્રારંભ કરાવશે

ABOUT THE AUTHOR

...view details