આ આગની ઘટનાની જાણ સુરત ફાયર વિભાગને થતાં ત્રણ ગાડીઓ સહિતનો કાફલો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને આગ પર કાબૂ મેળવવાના પ્રયાસો હાથ ધર્યા હતા. જો કે, આગ વિકરાળ બનતા વધુ ફાયર મથકોની ગાડીઓ સહિતના કાફલાની મદદ લેવામાં આવી હતી. આ આગ લાગતાની સાથે ખાતામાં કામ કરી રહેલા કામદારો પોતાનો જીવ બચાવી પ્રથમ માળેથી સીડી મારફતે નીચે ઉતરી જતા મોટી દુર્ઘટના તળી હતી. આખરે બે કલાકની જહેમત બાદ આગ પર કાબૂ મેળવતા સૌ કોઈએ રાહતનો શ્વાસ લીધો હતો.
સુરતમાં પ્લાસ્ટિકના દાણાની ફેક્ટરીમાં ભીષણ આગ - akshay patel
સુરતઃ જિલ્લાના ઉધના રોડ નંબર 2 પર આવેલી પ્લાસ્ટિકના દાણા બનાવતી ફેક્ટરીમાં આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.
સુરત ઉધના રોડ નંબર 2 પર આવેલી શુભમ પ્લાસ્ટિક દાણા બનાવતી ફેક્ટરીમાં આગ લાગ્યા હોવાનો કોલ સુરત ફાયર વિભાગને મળ્યો હતો. કોલ મળતાની સાથે મજુરા ,માન દરવાજા, અને ડીંડોલી ફાયર સ્ટેશન સહિતનો કાફલો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યો હતો. આ આગ વધુ વિકરાળ બનતા વધુ ફાયર સ્ટેશનની મદદ લેવામાં આવી હતી અને આગની ઘટના દરમિયાન ખાતામાં કામ કરી રહેલા ત્રણ જેટલા મજૂરો પોતાનો જીવ બચાવી પ્રથમ માળેથી સીડી મારફતે નીચે ઉતરી ગયા હતા.
જ્યાં ઘટના સ્થળે પહોંચેલી ફાયરની ટીમે બે કલાકની ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો આ. ખાતામાં રહેલા ઈલેક્ટ્રીક વાયરીંગમાં શોર્ટસર્કિટના કારણે આગ લાગી હોવાનું ફાયરની પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું હતુ. જો કે આ ઘટનામાં કોઈ જાનહાની ન થતા મોટી દુર્ઘટના તળી હતી. જ્યારે આગની ઘટનાના કારણે લાખોના નુકશાનનો અંદાઝ પણ સેવાઇ રહ્યો છે.