- રાજ્યમાં કોરોનાનો કહેર યથાવત
- નિઃશુલ્ક માસ્ક વિતરણ કરાયું
- આ કામગીરીમાં એસ. પી. રાડા પણ જોડાયા
સુરતઃ હાલમાં સમગ્ર રાજ્યમાં કોરોના વાઇરસનો કહેર યથાવત છે, કોરોના સંક્રમણ ફેલાતું અટકે તે માટે લોકોમાં જનજાગૃતિ લાવવી ખૂબ જ જરૂરી છે. જિલ્લા એસ. પી. ઉષા રાડા દ્વારા સુરત ગ્રામ્યમાં કોરાના વાઇરસનું લોકોમાં સંક્રમણ ફેલાતું અટકે અને વધુ સંક્રમણ ન ફેલાઈ તે માટે લોકોમાં અવરનેશ લાવવાના હેતુથી એસ. પી. ઉષા રાડા ગ્રામ્યમાં કડોદરા પોલીસ સ્ટેશન તથા પલસાણા પોલીસ સ્ટેશન વિસ્તારમાં અલગ અલગ જગ્યાએ પબ્લિકની અવર જવર રહેતી હોય ત્યારે લોકોમાં કોરાના વાઇરસનું સંક્રમણ ફેલાતું અટકાવવા જરૂરી માર્ગદર્શન, સૂચના આપી હતી. લોકોને માસ્ક તથા સેનિટાઈઝરનું વિના મૂલ્યે વિતરણ કરવામાં આવ્યું હતુ.
આ પણ વાંચોઃ પાટણ શહેરમાં કેન્દ્રીય વિદ્યાલય દ્વારા માસ્કનું વિતરણ કરાયું