FRC દ્વારા જાહેર કરવામાં આવેલા ફીના માળખામાં ફાઇનલ ફીની સામે પ્રપોઝલ ફીનું માળખુ જાહેર કરવામાં આવ્યુ છે. જેમાં ભરૂચમાં આવેલી વિઝન સ્કૂલ ઓફ એક્સલન્સની ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ માટે રૂ.67,410 ફી મંજુર કરવામાં આવી છે. શાળા તરફથી રૂ.89600ની પ્રપોઝલ મૂકવામાં આવી હતી. જયારે કમિટીએ 22,190નો ઘટાડો કર્યો છે.
FRC દ્રારા દક્ષિણ ગુજરાતની વધુ 9 શાળાની ફીનું માળખું જાહેર થયું - SUR
સુરત: ફી રેગ્યુલેટરી કમિટી દ્વારા શૈક્ષણિક વર્ષ 2019 માટે દક્ષિણ ગુજરાતની 9 શાળાઓની ફીનું માળખુ જાહેર કરવામાં આવ્યું છે. જેમાં સુરતની 6 ભરૂચની 2 અને નવસારીની 1 શાળાનો સમાવેશ થાય છે.
પ્રતિકાત્મક ફોટો
આ ઉપરાંત જે.એચ.અંબાણી સરસ્વતી વિદ્યાલયની રૂ.40,660થી 56070, ડિવાઇ ચાઇલ્ડ હાઇસ્કૂલ (સીબીએસસી)માં રૂ.25,500થી રૂ.45,780, અગ્રવાલ વિદ્યાલયની રૂ.20,580થી રૂ.42,570 સુધીની ફી મંજુર કરી છે.