સુરત:શહેરમાં ઉત્રાણમાં મહાવીર ઇલેક્ટ્રોનીક્સ અને મહાદેવ સેલ્સના નામે એસી, ટીવી સહિતની ઇલેક્ટ્રોનીક્સ આઈટમનો મોટા પાયે ધંધો શરુ કરી માત્ર દસ દિવસમાં પેમેન્ટ આપવાનું કહી 5 વેપારી સાથે 1.50 કરોડની (Fraud case in Surat)ઠગાઈ કરનાર આરોપીને ડીસીબી પોલીસે(Surat Crime Branch)ઝડપી પાડ્યો છે. આરોપી સામે સુરત ક્રાઈમ બ્રાંચ અને અમદાવાદમાં પણ ઠગાઈનો ગુનો નોંધાયોછે. આરોપી છેલ્લા 1 વર્ષથી નાસ્તો ફરતો હતો.
આ પણ વાંચોઃCrime in Surat: પ્લાસ્ટિકના દાણાના વેપારી સાથે 3.66 કરોડની છેતરપિંડી કરનાર બે આરોપી ઝડપાયા
આરોપીએ એક કરોડથી વધુની ઠગાઈ કરી -ક્રાઈમ બ્રાંચની ટીમ (Surat Crime Branch)પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન બાતમીના આધારે કતારગામ દરવાજા પાસેથી આરોપી આનંદ દિનેશકુમાર લાખાણીને ઝડપી પાડ્યો હતો. ઝડપાયેલો આરોપી છેલ્લા 1 વર્ષથી નાસ્તો ફરતો હતો.પોલીસ તપાસમાં આરોપી એસી, ફ્રીજ, ટીવી સહિતની ઇલેક્ટ્રોનીક્સ માલ ખરીદી તેનું પેમેન્ટ આઠથી દસ દિવસમાં ચૂકવી દેવાનો વાત કરી ઠગાઈ આચરી હતી. આરોપી સામે સુરત ક્રાઈમ બ્રાંચ અને અમદાવાદમાં પણ ઠગાઈનો ગુનો નોંધાયો છે. સુરતમાં તેણે 5 વેપારીઓ પાસેથી 1 કરોડ, 49 લાખ 94,000ની ઠગાઈ કરી હતી. પોલીસથી બચવા તે નાસ્તો ફરતો હતો. જો કે આખરે સુરત ક્રાઈમ બ્રાંચની ટીમે આરોપીને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી કરી છે.
આ પણ વાંચોઃસોનું આપવાના બહાને રૂ.72 લાખની ઠગાઈ: મુખ્ય આરોપીને ડાકોરથી ઝડપતી વડોદરા ક્રાઈમ બ્રાન્ચ
1 વર્ષથી નાસ્તો આરોપી ઝડપાયો -સુરત ક્રાઈમ બ્રાંચના પીઆઈ લલિત વેગડીયાએ જણાવ્યું હતું કે સુરત પોલીસ દ્વારા ઓપરેશન ક્લીન શરુ કરવામાં આવ્યું છે. જેમાં નાસ્તા ફરતા આરોપીને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી રહી છે. ત્યારે છેતરપિંડીના ગુનામાં છેલ્લા 1 વર્ષથી નાસ્તા ફરતા આરોપીને ઝડપી પાડવામાં આવ્યો છે. આરોપી ડીલરો પાસેથી માલ મેળવી 10 દિવસની અંદર પેમેન્ટ કરવાની વાત કરી 1.50 કરોડની ઠગાઈ કરી હતી. તેની સામે ડીસીબી અને અમદાવાદમાં પણ એક ગુનો નોંધાયો છે.