ગુજરાત

gujarat

ETV Bharat / state

શતાબ્દી ટ્રેનમાં સુરત આવી રહેલી મહિલાઓને ફૂડ પોઇઝનિંગ, ટ્રેનમાં અપાયો એક્સપાયરી ડેટ વાળો નાસ્તો

સુરત: મુંબઈથી સુરત પોંક અને ઊંધિયાની પાર્ટી કરવા આવી રહેલી 32 મહિલાઓને શતાબ્દી ટ્રેનમાં કડવો અનુભવ થયો હતો. શતાબ્દી ટ્રેનમાં એક્સપાયરી ડેટ વાળો નાસ્તા કરવાના કારણે આશરે ચારથી વધુ મહિલાઓને ફૂડ પોઇઝનિંગ થઇ ગયું હતું. મહિલા યાત્રીઓ ચેન પુલિંગ કરી ટ્રેન રોકતા આખો મામલો સામે આવ્યો હતો. શતાબ્દી ટ્રેનમાં બનેલી આ ગંભીર ઘટના બાદ રેલવે વિભાગે તપાસના આદેશ આપી દીધા છે.

શતાબ્દી ટ્રેનમાં સુરત આવી રહેલી મહિલાઓને ફૂડ પોઇઝનિંગ
શતાબ્દી ટ્રેનમાં સુરત આવી રહેલી મહિલાઓને ફૂડ પોઇઝનિંગ

By

Published : Jan 7, 2020, 4:13 PM IST

સુરતથી અમદાવાદ જનારી શતાબ્દી ટ્રેનમાં યાત્રીઓને નાસ્તો આપવામાં આવ્યો હતો. આ નાસ્તો એક્સપાયરી ડેટ વાળો હતો. આ ખુલાસો ત્યારે થયો જ્યારે મુંબઈથી સુરત આવી રહેલી મહિલાઓના ગૃપે નાસ્તો કર્યો હતો. નાસ્તો કરતા કેટલીક મહિલા યાત્રીઓને તબિયત લથડી હતી.

જ્યારે નાસ્તાના કવર પર તપાસ કરવામાં આવી ત્યારે તેના પર ત્યારે એક્સપાયરી ડેટ હોવાનું જોતા તેઓ પણ ચોંકી ગયા હતા. સુરત પોંક પાર્ટી કરવા આવેલી આ તમામ મહિલાઓને જે નાસ્તો આપવામાં આવ્યો હતો. તેમાં બ્રેડ અને બટરમાં ફૂગ પણ જોવા મળી હતી. આશરે 6થી વધુ મહિલાઓને ફૂડ પોઇઝનિંગ થતા તંત્ર પણ હરકતમાં આવી ગયું છે.

શતાબ્દી ટ્રેનમાં સુરત આવી રહેલી મહિલાઓને ફૂડ પોઇઝનિંગ

જ્યારે ટ્રેનમાં મહિલાઓની તબીયત લથડી ત્યારે અન્ય મહિલાઓએ ભેસ્તાન સ્ટેશન પર ચેન પુલિંગ કરી ટ્રેન રોકી દીધી હતી. બાદમાં ઘટનાની જાણ થતાં જ તાત્કાલિક અસરથી ડોક્ટરોની ટીમ પહોંચી હતી અને બીમાર થનાર મહિલાઓની સારવાર શરૂ કરી દીધી હતી. બાદમાં તમામ મહિલાઓને સુરત રેલવે સ્ટેશન લઈને આવવામાં આવ્યા હતા.

આ તમામ મહિલા યાત્રીઓ ગુજરાતની છે. જે મુંબઈમાં રહેતી હતી. મહિલાઓની સ્થિતિ જોઈ તાત્કાલિક રેલવે વિભાગ પણ હરકતમાં આવ્યું હતું અને શતાબ્દીમાં નાસ્તો આપનાર સનસાઈન એજન્સી સામે તપાસના આદેશ આપી દેવામાં આવ્યા છે. સાથે નાસ્તાનો ઇન્ફેક્શન કરનાર ઇન્સ્પેક્ટર સામે પણ ઇન્કવાયરીનો આદેશ આપી દેવાયા છે. ઉલ્લેખનીય છે કે, ટ્રેનમાં આપવામાં આવેલા ફૂડનું પણ સેમ્પલ લઈ તેને લેબોરેટરીમાં મોકલી આપવામાં આવ્યું હતું.

ABOUT THE AUTHOR

...view details