ગુજરાત

gujarat

ETV Bharat / state

ભારે વરસાદથી અંબિકા નદીનો પુલ ડૂબ્યો, 20થી વધુ ગામ સંપર્ક વિહોણા

સુરત: જિલ્લાના મહુવા તાલુકાના ઉમરા ગામથી પસાર થતી અંબિકા નદીના પુલ પર પાણી ફરી વળ્યાં છે. મહુવા તાલુકામાં ધોધમાર વરસાદ અને ઉપરવાસના ડાંગ જિલ્લા માંથી આવતું પાણી અંબિકાને પ્રભાવિત કરે છે. મહુવા-સાપુતારાને જોડતા સ્ટેટ હાઇવે પર આવેલા ઉમરા ગામે આવેલા પુલ પર પાણી ફરી વળ્યાં હતા.

surat Etvbharat

By

Published : Aug 4, 2019, 9:34 AM IST

સુરત જિલ્લામાં સતત પડી રહેલા વરસાદથી માંગરોળ, ઓલપાડ બાદ હવે મહુવા તાલુકાની નદીઓ ગાંડી તુર બની છે. મહુવા તાલુકાના ઉમરા ગામથી પસાર થતી અંબિકા નદીમાં પુર આવ્યું છે. મહુવા તાલુકામાં પડી રહેલા ધોધમાર વરસાદ અને ઉપરવાસના ડાંગ જિલ્લામાંથી પણ પાણીની આવક આવતા નદી ગાંડીતુર બનતા વહેલી સવારે અંબિકા નદી ના પુલ પર પાણી ફરી વળ્યાં હતા.

ભારે વરસાદથી અંબિકા નદી બની ગાંડીતુર

પુલના એક ફૂટ ઉપર થી પાણી વહી રહ્યું છે. મહુવા અનાવલ સ્ટેટ હાઈ વે પર આવેલો અંબિકા નદીનો પુલ બંધ કરવામાં આવ્યો છે. જેથી આસપાસના 20 થી વધુ ગામોનો મહુવા તરફ તેમજ વાંસદા તરફ સીધો સંપર્ક કપાયો છે. સાપુતારા ફરવા માટે આવેલા સહેલાણીઓએ 30 કિલોમીટરનો ફેરો ફરવાનો વારો આવ્યો છે. જો કે, પુલ બંધ થવા છતાં સ્થાનિકો પાણી જોવા ભીડ ઉમટી પડ્યા હતા. અંબિકા નદીમાં પુર આવતા મહુવા તાલુકાના અંદાજે 13 કોઝ વે પણ હાલ પાણીમાં ગરકાવ થયાં છે.

ABOUT THE AUTHOR

...view details