સુરત : જેમ્સ એન્ડ જ્વેલરી પ્રમોશન કાઉન્સિલ દ્વારા સુરતના ઇતિહાસમાં આ પ્રથમવાર લેબગ્રોન ડાયમંડનું “બાયર સેલર મીટ” કરવા જઈ રહી છે. જેમાં ઇન્ટરનેશનલ બાયર્સ પણ LGDની ખરીદી માટે આવશે. હાલમાં જ જે રીતે કેન્દ્રીય બજેટમાં લેબગ્રોન ડાયમંડ અંગે જાહેરાત કરવામાં આવી .છે તેને લઈ ઉદ્યોગમાં ખાસો ઉત્સાહ છે અને આ એક્ઝિબિશન થકી આંતરરાષ્ટ્રીયસ્તરે આ ઉદ્યોગને પ્રોત્સાહન મળશે તેવી આશા અપેક્ષા પણ ઉદ્યોગકારોએ રાખી છે.
સુરતના LGD વ્યાપારીઓને વિશ્વ ફલક પર ખ્યાતિ અપાવશે : કેન્દ્રીય બજેટમાં નાણાંપ્રધાન નિર્મલા સીતારામન દ્વારા લેબગ્રોન ડાયમંડને લઈ મહત્વની જાહેરાત કરવામાં આવી હતી. જેના કારણે સુરતના હીરા ઉદ્યોગકારોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ખાસ કરીને ચાઇનાને ટક્કર આપવા માટે આ જાહેરાતને ખૂબ મહત્વની ગણવામાં આવી રહી છે. ત્યારે GJEPC દ્વારા આગામી એપ્રિલ મહિનામાં સુરત ખાતે લેબગ્રૌન ડાયમંડ માટે વિશેષ બાયર સેલર મીટનું આયોજન કરાયું છે. આ બાયર સેલર મીટ સુરતનું નામ આંતરરાષ્ટ્રીય ફલક પર LGD ક્ષેત્રે સુરતનું નામ મોખરે કરવામાં મહત્વનો ભાગ ભજવશે અને સુરતના LGD વ્યાપારીઓને વિશ્વ ફલક પર ખ્યાતિ અપાવશે.
આ પણ વાંચો Diamond industry in Surat : હીરાઉદ્યોગમાં પોલિશ્ડ હીરા અને જ્વેલરી એક્સપોર્ટમાં નોંધપાત્ર વધારો