મળતી માહિતી અનુસાર, સુરતના અઠવા ગેટ ફ્લાય ઓવર બ્રિજમાં ચાલતી કારમાં અચાનક આગ લાગી હતી. જો કે, આ ઘટનામાં કાર ચાલકનો બચાવ થયો હતો. તો આ ઘટનાની જાણ થતા ફાયર વિભાગ ઘટના સ્થળે પહોંચ્યું હતું તથા આગ પર કાબુ મેળવ્યો હતો.
સુરતમાં ઓવરબ્રિજ પર ચાલતી કારમાં લાગી ભીષણ આગ, ચાલકનો આબાદ બચાવ
સુરત: શહેરના અઠવા ગેટ ફ્લાય ઓવર બ્રિજ પર એક ચાલતી કારમાં અચાનક આગ લાગી હતી. જેથી અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.
સુરતમાં ઓવરબ્રિજ પર ચાલતી કારમાં લાગી ભીષણ આગ
અઠવા ગેટ પર દર્શના દિપેન જરીવાલા ઈન્ડિકા કાર લઈને તેમના કામથી ઓવર બ્રિજ પરથી પસાર થઇ રહ્યા હતા. જે દરમિયાન અચાનક જ કારમાં આગ લાગી હતી. જેથી તેઓ કારમાંથી ઉતરી ગયા હતા અને તેમણે તાત્કાલિક ફાયર વિભાગને જાણ કરી હતી. ફાયર વિભાગે આગ પર કાબુ મેળવ્યો હતો.
જો કે, પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું કે કારમાં આગ શોર્ટ સર્કિટના કારણે લાગી હતી. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થવા પામી ન હતી.