સુરતઃ શહેરના પાંડેસરા વિસ્તારમાં આવેલી વસંત ડાઈગ મિલમાં આજે વહેલી સવારે પ્રિન્ટિંગ મશીનમાં એકાએક આગ ફાટી નીકળી હતી. આગ લાગતાની સાથે જ સ્થાનિક કર્મચારીઓમાં દોડધામનો માહોલ છવાઇ ગયો હતો બીજી તરફ આગનો કોલ મળતાની સાથે જ પાંડેસરા ફાયર વિભાગનો કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો અને આગને કાબુમાં લેવાનો પ્રયાસ કર્યો હતો.
સુરતમાં વસંત ડાઈગ મિલમાં આગ લાગતા સ્થાનિક લોકોમાં અફરાતફરીનો માહોલ
સુરતમાં પાંડેસરા વિસ્તારમાં આવેલી વસંત ડાઈગ મિલમાં એકાએક આગ ફાટી નીકળી હતી. આગ લાગતાની સાથે જ સ્થાનિક લોકોમાં અફરાતફરીનો માહોલ છવાઇ ગયો હતો. જ્યારે બીજી તરફ આગનો કોલ મળતાની સાથે જ ફાયર વિભાગનો કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો અને આગ પર કાબુ મેળવ્યો હતો.
વસંત ડાઈગ મિલ
જોકે આગ એટલી વિકરાળ હતી કે, તેને પોતાની લપેટમાં મિલમાં મૂકેલો કાપડનો માલ પણ લઈ લીધો હતો. મિલમાં મૂકેલો લાખો રૂપિયાનો માલ આગમાં બળીને ખાખ થઈ ગયો હતો. ગ્રાઉન્ડ ફ્લોરમાં લાગેલી આગ ધીરે ધીરે પહેલા માળે પહોંચી ગઈ હતી. કલાકોની જહેમત બાદ ફાયર વિભાગે આગ પર કાબૂ મેળવતા લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો. આગ ઓલવવા માટે 8 જેટલી ફાયર ફાયટરની મદદ લેવાઈ હતી. હાલ તો આગ સૉર્ટ સર્કિટથી લાગી હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે.