શુક્રવારની મોડી રાત્રીએ ઓલપાડ તાલુકાના માસમા ગામમાં બે જૂથ વચ્ચે અથડામણ સર્જાઈ હતી. ગેરકાયદેસર રીતે કબ્જો જમાવતા એક જૂથ અને ગ્રામજનો સામસામે આવી ગયા હતા. સ્થાનિક ગ્રામ પંચાયત દ્વારા નળ કનેક્શન કાપી નાંખતા મામલો બિચક્યો હતો. ગામના બે જૂથ વચ્ચે પથ્થરમારો થતા મકાન અને વાહનોને નુકશાન પહોંચ્યું હતું. પરિસ્થિતિ માહિતી મળતા પોલીસે સ્થળ પર પહોંચી અને બન્ને જૂથના ટોળાને વિખેરી પરિસ્થિતિ પર કાબુ મેળવવાનો પ્રયાસ હાથ કર્યો હતો.
સુરતમાં નળ કનેક્શન બન્યું બે જુથ વચ્ચે બબાલનું કારણ
સુરતઃ ઓલપાડના માસમા ગામે મોડી રાત્રે બે જુથ વચ્ચે થયેલા પથ્થરમારામાં મકાન અને વાહનોને નુકસાન થતા સરકાર તરફી પોલીસ ફરિયાદી બની બંને પક્ષોના લોકો સામે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
SUR
ઘટનાની જાણ પોલીસને કરવામાં આવતા ઓલપાડ પોલીસ, જિલ્લા LCB, SOG સહીત સમગ્ર જિલ્લા પોલીસનો કાફલો ઘટના સ્થળ પર પહોંચી ગયો હતો. એકસમયે બન્ને જૂથના લોકો સામસામે આવતા ઘર્ષણ સર્જાયું હતું. હાલ ઓલપાડ પોલીસના સબ ઇન્સ્પેકટર પોતે ફરિયાદી બની બન્ને જૂથના લોકો સામે ફરિયાદ નોંધાવી છે. હાલ ગામમાં પોલીસ બંદોબસ્ત ખડકી દેવાતા પરિસ્થિતિ કાબુ હેઠળ આવી ગઈ છે.